વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જૂના શેઠે ધમકી આપતા ખોળના ધંધાર્થી આધેડે ઝેર દવા ગટગટાવી


SHARE









વાંકાનેરમાં જૂના શેઠે ધમકી આપતા ખોળના ધંધાર્થી આધેડે ઝેર દવા ગટગટાવી

વાંકાનેરમાં આધેડ જે દુકાને નોકરી કરતો હતો તેની બાજુમાં જ પોતાનો ધંધો શરૂ કરી દીધો હતો જેથી કરીને જૂના શેઠ દ્વારા આધેડને ધમકી આપવામાં આવી હતી જેથી લોહાણા આધેડે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને વાંકાનેરમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે

વાંકાનેરમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતા દિલીપ ધીરજલાલ રાજાણીએ ગઇકાલે વાંકાનેરના નવા માર્કેટીંગ યાર્ડ ખાતે ડીડીટીનો પાઉડર પી લેતા તેને ઝેરી અસર થયેલ હતી જેથી કરીને વાંકાનેર હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ નિવેદનમાં આધેડે જણાવ્યુ છે કે, વાંકાનેરમાં જ પશુ આહાર રાજા ફીડ કેટલ નામે ઢોરને ખાવાના ખોળનો વેપાર કરતા મકબૂલભાઈ સાથે તે છેલ્લા ૮ વર્ષથી તેમની પેઢીમાં નોકરી કરતાં હતા અને દિલીપ ભાઈએ દસ દિવસ પહેલા વાંકાનેરમાં જ પોતાની અલગ દુકાનમાં ખોળનો સ્વતંત્ર વેપાર શરૂ કર્યો હતો જે જૂના શેઠ મકબૂલભાઈને ન ગમતા તેને દિલીપભાઈની બાજુમાં જ મકબૂલભાઇએ પોતાની બીજી દુકાન શરૂ કરીને દિલીપભાઈ કરતાં સસ્તા ભાવે ખોળ વેચવાનું શરૂ કર્યું હતું. તેવું દિલીપભાઈએ જણાવ્યુ છે અને મકબૂલભાઈએ તેને ધમકી આપેલ હતી કે, હું આ ધંધો તને નહીં કરવા દઉં. જે વાતનું લાગી આવતા દિલીપભાઈએ ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડાયેલ છે અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News