મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ મહાવીરનગરમાં ઘરધણીને સુતા રાખીને સોના-ચાંદીના અઢી લાખના દાગીનાની ચોરી


SHARE









મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ મહાવીરનગરમાં ઘરધણીને સુતા રાખીને સોના-ચાંદીના અઢી લાખના દાગીનાની ચોરી

મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ મહાવીરનગરમાં રહેતો યુવાન અને તેના પરિવારજનો ઘરની અંદર હતા દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરધણી ઘરમાં સૂતા હતા તેમ છતાં પણ ઘરમાં ઘૂસેલા તસ્કર દ્વારા ઘરમાંથી સોનાનો હાર, સોનાની વીંટીઓ, સોનાના નાકના દાણા તેમજ ચાંદીના દાગીના આમ કુલ મળીને અંદાજે અઢી લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા પરિવાર દ્વારા હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે જોકે, હજુ સુધી આ બનાવ સંદર્ભે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીની પંચાસર ચોકડી પાસે દોશી હાઈસ્કૂલની બાજુમાં આવેલ મહાવીરનગરમાં રહેતા માવજીભાઈ મનજીભાઈ કંઝારીયાના રહેણાંક મકાનને રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે અને તેના ઘરની અંદરથી સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે સૂત્રો પાસેથી જાણવા મળતી મહિતિ પ્રમાણે માવજીભાઈ મનજીભાઈ કંઝારીયા તેના પરિવારજનો સાથે પોતાના ઘરની અંદર રાત્રિના સમયે સૂતા હતા દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ દિવાલ કૂદીને તેના ઘરની અંદર આવ્યો હતો અને ત્યારબાદ ઘરમાંથી સોનાનો હાર, સોનાની ત્રણ બુટ્ટી, નાકના સાત જેટલા સોનાના દાણા, બે સોનાના પેન્ડલ તેમજ ચાંદીના ઝાંઝરા સહિતના સોના ચાંદીના દાગીના મળીને અઢી લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે જેથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી જોકે હજુ સુધી આ બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કોઈ ચોરીની ફરિયાદ નોંધાયેલ નથી.

વધુમાં ઘરધણી માવજીભાઈ મનજીભાઈ કંઝારીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગતરાત્રિના ૧૨ વાગ્યા સુધીના પરિવારના સભ્યો જાગતા હતા અને ૧૨ વાગ્યા થી લઈને વહેલી સવારે ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તેમની બાજુમાં રહેતા તેના કાકાના ઘરની દિવાલ કૂદીને તેના ઘરની અંદર આવ્યો હતો અને ત્યારબાદ તેના ઘરમાંથી સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, જે જગ્યાએ ચોરીની ઘટના બનેલ છે તેની આસપાસમાં ઘણા મકાનો ભાડે આપવામાં આવેલ છે અને તેમાંથી મોટાભાગનાના કોઈ આધાર પુરાવા પણ નથી ત્યારે આવી ચોરીની ઘટનાઓ બનતી રોકવા માટે થઈને આડેધડ બનાવેલી ઓરડીઓ અને રૂમોમાં રહેતા લોકોના આધાર પુરાવા પોલીસ વિભાગ દ્વારા મેળવવામાં આવે અને તહેવાર દરમિયાન ચોરીની આવી ઘટના ન બને તે માટે મહાવીરનગર તેમજ બાયપાસના સોસાયટી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોકોની લાગણી છે




Latest News