હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

દુનિયામાં બનતી સિરામિક પ્રોડક્ટમાં ૧૩ ટકા હિસ્સો મોરબીનો એ ગુજરાતનું ગૌરવ: નરેન્દ્ર મોદી


SHARE













દુનિયામાં બનતી સિરામિક પ્રોડક્ટમાં ૧૩ ટકા હિસ્સો મોરબીનો એ ગુજરાતનું ગૌરવ: નરેન્દ્ર મોદી

રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ હતી જેમાં તેઓએ મોરબી, જામનગર અને રાજકોટમાં છેલ્લા બે દાયકાની અંદર ઔદ્યોગિક ક્ષેત્રે અને તમામ ક્ષેત્રે થયેલા વિકાસની વાતો કરી હતી ત્યારે તેમણે ખાસ મોરબીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સમગ્ર દુનિયાની અંદર આજની તારીખે જે સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે તેમાં ૧૩ ટકા હિસ્સો મોરબીનો છે જે ન માત્ર મોરબી પરંતુ ભારત માટે ગૌરવની વાત કહી શકાય તેમ છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને ગણતરીના દિવસોમાં ગુજરાતી વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ છે દરમિયાન આજે રાજકોટના રેસ કોર્સ મેદાન ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી લોકો હાજર રહ્યા હતા અને સભાને સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ ખાસ કરીને છેલ્લા બે દાયકામાં મોરબી, રાજકોટ અને જામનગરનો જેટ ગતિએ વિકાસ થયો છે તે જોતાં કહ્યું હતું કે બે દાયકા પહેલા મેં જે આગાહીઓ કરી હતી તે અત્યારે તમને ૧૦૦ ટકા સાચી લાગતી હોય તેવું જોવા મળતું હશે આટલું જ નહીં તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજકોટ ખાતે વિમાન બનતા થશે અને વિમાનના સ્પેરપાર્ટ પણ રાજકોટમાં બનતા હશે

મોરબી કે જે સીરામીક હબ તરીકે સમગ્ર ભારત અને દુનિયામાં જોવાઈ રહ્યું છે તેની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના સીરામીક ઉદ્યોગને નેચરલ ગેસ મળે તો ઉદ્યોગનો વિકાસ થાય તેવી શક્યતા હતી જેથી કરીને ગેસની લાઈન પાથરીને સિરામિક ઉદ્યોગને તાકાત આપી હતી જેથી આજની તારીખે મોરબીના સિરામિક ઉદ્યોગનો ખૂબ જ વિકાસ થયો છે અને ખાસ કરીને દુનિયામાં જે સીરામીક પ્રોડક્ટનું આજની તરીખે ઉત્પાદન થાય છે તેમાં મોરબી ખૂબ જ મસહુર છે

આટલું જ નહીં પરંતુ દુનિયામાં જે સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે તેમાં ૧૩ ટકા હિસ્સો મોરબીનો છે જેમાં ન માત્ર મોરબી પરંતુ ભારતનું ગૌરવ કહી શકાય તેમ છે વધુમાં તેમણે મોરબીના હોનારતના દિવસોને યાદ કર્યા હતા કે જ્યારે તેઓ કામ કરવા માટે મોરબી આવ્યા હતા ત્યારે મોરબી બેઠું થઈ શકે તેમ ન તું લાગતું પણ આજે મોરબી બીજાને બેઠા કરી રહ્યું છે આટલું જ નહીં પરંતુ અહીંનો ઉદ્યોગિક વિકાસ જોતા ગુજરાત સરકારની નવી ઔદ્યોગિક નીતિનો લાભ ગુજરાતની નવી પેઢીને મળશે તેવી પણ લાગણી તેઓએ વ્યક્ત કરી હતી






Latest News