મોરબી તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ પદે સર્વાનુમતે રવિરાજસિંહ પરમાર
મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીની ધરપકડ
SHARE
મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીની ધરપકડ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનનાર પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે રવિ વિનોદ પરમાર રહે. ભડીયાદ કાંટા પાસે હરિઓમ સોસાયટી માહી એપાર્ટમેન્ટ મોરબી-૨ વાળાની સામે ભોગ બનનાર સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પીઆઇ પી.એ. દેકાવાડીયા દ્વારા સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં રવિ વિનોદભાઇ પરમાર (૨૯) રહે. .ભડીયાદ કાંટા પાસે હરિઓમ સોસાયટી માહી એપાર્ટમેન્ટ મોરબી-૨ ની પોલીસે ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
યુવતી સારવારમાં
મોરબીના સામાકાંઠે જવાહર સોસાયટીમાં રહેતી પૂજાબેન અનિલભાઈ વાણીયા નામની ૨૦ વર્ષીય અપરણીત યુવતી તેના ઘેર ભૂલથી બાથરૂમ સાફ કરવાનું ટાઇલ્સ ક્લીનર પી જતા તેણીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી જેથી બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલ વ્રજપર ગામના રહેવાસી ગીતાબેન બાબુભાઈ રખિયાણીયા નામની ૪૨ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને ઘરેથી વાળી તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા ગીતાબેનને મોરબીની સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામે રહેતા રણજીતભાઈ જીવાભાઇ ગોહિલ નામના ૪૫ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો જે અંગે વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાડીએ પાણી વાળવા જતા સમયે તે રસ્તામાં બાઈકમાંથી પડી જતા ડાબા પગે ફેક્ચર જેવી ઈજાઓ થતા રણજીતભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના જેતપર ગામે વાડી વિસ્તારમાં સાપ કરડી જતા પ્રવિણાબેન જયંતીભાઈ રાઠવા નામની ૧૦ વર્ષીય બાળકીને સારવાર માટે લાવવામાં આવી હતી.