મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી પાસેથી દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે પકડાયેલ રાજસ્થાની જેલ હવાલે


SHARE









માળીયા (મી)ના ખાખરેચી પાસેથી દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે પકડાયેલ રાજસ્થાની જેલ હવાલે

મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં ખાખરેચી ગામની સીમમાં અણીયારી ટોલનાકા પાસેથી પોલીસે વાસના બાંબુ આડમાં ખોટી બીલ્ટી, ઇ-વેબીલ, તથા ઇનવોઇસ બીલ બનાવી દારૂ અને બિયરના જથ્થાને લઈ જતાં હોવાનો પર્દાફાશ કરેલ છે અને હાલમાં પોલીસે ૫૦૫૨ બોટલ દારૂ અને ૨૮૮૦ નંગ બિયરના ટીન સહિત કુલ ૩૩.૬૬ લાખથી વધુનો મુદામાલ કબજે કરેલ હતો અને ટ્રક ડ્રાઇવરને પકડીને માળીયા મિયાણાં પોલીસ સ્ટેશને ટ્રક ડ્રાઈવર, ટ્રકના માલિક તેમજ માલ ભરી આપનાર સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને ડ્રાઇવરને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ૨૧ મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

 

હળવદ માળીયા હાઇવે રોડ ખાખરેચી ગામની સીમમાં અણીયારી ટોલનાકા પાસે થોડા દિવસો પહેલા એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે ટ્રક નં. જીજે ૬ વિવિ ૮૬૯૯ માં વાસના બાંબુ આડમાં ખોટી બીલ્ટી, ઇ-વેબીલ, તથા ઇનવોઇસ બીલ બનાવી અને તે ખોટી હોવાનું જાણવા હતી તો પણ તેનો ખરા તરીકે ઉપયોગ કરીને ટ્રકમા ચોર ખાનું બનાવીને તેમાં દારૂ બિયરનો જથ્થો મોરબી જીલ્લામાં લઈને આવતા હોવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને પોલીસે જુદીજુદી ૫૦૫૨ દારૂની બોટલ તેમજ ૨૮૮૦ બિયરના રિનને કબજે કર્યા હતા તેમજ એક મોબાઇલ, રોકડા ૧૪,૬૪૦ તથા ૧૨,૦૦,૦૦૦ની ગાડી અને બીલ્ટી, ડ્રાઇવીંગ લાયસન્સ, એ.ટી.એમ. વિગેરે મળીને પોલીસે ૩૩,૬૬,૪૪૦ ના ના મુદામાલ સાથે ટ્રક જીજે ૬ વિવિ ૮૬૯૯ ના ડ્રાઇવર સોનારામ દુદારામ કડવાસરા જાતે જાટ (૨૮) રહે. આગોર ગામ, થાણુ ચોહટન જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ હતી અને માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ડ્રાઈવર તેમજ માલ ભરી આપનારા શ્રવણરામ મઘારામ જાટ રહે. બાયતુ જિલ્લો બાડમેર અને માલ મોકલનાર ટ્રક માલીક અરવિંદજી જાટ રહે. જોધપુર રાજસ્થાન વાળાની સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને અને ટ્રક ડ્રાઈવરને કોર્ટમાં રજૂ કરીને આરોપીના તા ૨૧ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે




Latest News