મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં લક્ષ્મીનારાયણ મંદિરે અન્નકુટ દર્શન યોજાશે


SHARE









ટંકારામાં લક્ષ્મીનારાયણ મંદિરે અન્નકુટ દર્શન યોજાશે

ટંકારા મધ્યે બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે આગામી ૨૬ ઓક્ટોબરને બુધવારે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન યોજાશે. જેની તૈયારી પણ પુર્ણ થઈ ગઈ છે. દિવાળીના તહેવારો આજથી  શરુ થઇ જાય છે. અહી રોજ વહેલી સવારે અને ઢળતી સાંજે શાસ્ત્રિય સંગીત અને નોબત વગાડવાની પરમપરા આજે પણ  જીવંત છે.

ટંકારાના મધ્યમા બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણના મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૨૬ ને બુધવારે નુતનવર્ષ અન્નકૂટ દર્શન કરવામા આવશે.જેમાં અનેક શાકભાજી, ફળ, પ્રસાદ સહિતનો ભોગ ઠાકોરજીના સન્મુખ ધરાવાશે. આ તકે શ્રીલક્ષ્મીનારાયણ મંદિરના મહંત દ્વારા ટંકારા સહીત દેશભરમાં વસતા તમામ હરિભક્તોને ટંકારા પધારવા અને અન્નકુટ દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દિવાળીના તહેવારને લઈને આજથી બંગલા દર્શન શરુ થઈ ગયા છે. ભગવાન આજે મંદીરના પરીસરમા બિરાજમાન થશે તથા મંદિરને રોશની અને વાઘાના શણગાર કરવામાં આવ્યો છે. અહીં વર્ષો જુની પરંપરા મુજબ દિવાળી તહેવારના ૫ દિવસ વહેલી સવારે અને ઢળતી સાંજે શાસ્ત્રીય સંગીત સાથે નોબત વગાડવામાં આવે છે. દેશ દેશાંતરમાંથી ભક્તો પરીવાર સાથે પધારે છે. નવા વર્ષ અહીં માથું ટેકવી ધન્યતા અનુભવે છે.




Latest News