મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લાભનગર પાસેના મફતીયાપરામાં જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા


SHARE







મોરબીના લાભનગર પાસેના મફતીયાપરામાં જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગર પાસેના મફતીયાપરામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર જુગાર રમતા ત્રણ જુગારી મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧૧૪૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગરમાં મફતીયાપરામાં આવેલ માતાજીના મઢ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા ભગવાનજીભાઈ જેરામભાઈ સાલાણી (ઉમર ૩૫), રાજેશભાઈ મગનભાઈ સાલાણી (ઉંમર ૩૦) અને રવજીભાઈ જેરામભાઈ સાલાણી (૪૫) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૧૧૪૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શોભેશ્વર રોડ ઉપર રહેતા પિયુષભાઈ બાબુભાઈ કુંવરિયા જાતે કોળી (ઉમર ૩૮) ને મારામારીના બનાવવામાં ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.


અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કૈલાશ પાર્કમાં રહેતા જેરામભાઈ પરસોતમભાઈ અંજારિયા (ઉંમર ૬૦) ગઇકાલે સવારના આઠ વાગ્યાના અરસામાં નવલખી રોડ ઉપર બહુચર ફાર્મ પાસેથી પસાર થતા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવવામાં તેઓને ઈજા થયેલ હોવાથી જેરામભાઈ અંજારિયાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.


મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના રવાપર નદી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વિજયભાઈ રામજીભાઈ પાચીયા (ઉમર ૩૪) નામના યુવાનને ઇજાઑ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News