મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની શાન સમાન ઝુલતો પુલ બેસતા વર્ષથી પુન: શરૂ થશે : જયસુખભાઈ પટેલ


SHARE









મોરબીની શાન સમાન ઝુલતો પુલ બેસતા વર્ષથી પુન: શરૂ થશે : જયસુખભાઈ પટેલ

વિશ્વમાં એક માત્ર કહી શકાય તેવો ઝૂલતો પુલ મોરબીમાં આવેલ છે અને તેને રીપેરીંગ માટે બંધ કરેલ હતો જેનું રીપેરીંગ કામ પુરુ થતા તેને આગામી બેસતા વર્ષના દિવસથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેના માટે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમા ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે મોરબીના ઝૂલતા પુલ વિશેની માહિતી આપી હતી

મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ છે અને આ પુલ જર્જરીત હતો માટે ઝૂલતો પુલ સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ હતો જો કે, બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થતાં નુતનવર્ષે એટલે કે બેસતાવર્ષના દિવસથી ઝુલતા પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે કરી હતી.




Latest News