ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વિધાનસભાની ચૂંટણી-દિવાળીએ રાજ્યના 17 IPS અધિકારીઓની બદલી


SHARE













વિધાનસભાની ચૂંટણી-દિવાળીએ રાજ્યના 17 IPS અધિકારીઓની બદલી

રાજ્યમાં દિપાવલી પર્વનો માહોલ છવાયો છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આજે રાજ્યના 17 IPS અધિકારીઓની બદલીનો આદેશ કરાયો છે. હજુ એક બે દિવસ પહેલા જ ચૂંટણી પંચ દ્વારા આઇપીએસ અધિકારીઓની બદલીને લઇને ડીજીપી પાસે જવાબ માંગવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા હતા ત્યારે મહત્વના અધિકારીઓની બદલી કરાઈ છે.

▪️રાજકોટ રેન્જના નવા IG બન્યા અશોક યાદવ, હાલ ભાવનગર રેન્જના IG છે
▪️પિયુષ પટેલ બન્યા સુરત રેંજના IG, હાલ તેઓ ગાંધીનગરમાં આર્મ્ડ યુનિટમાં IG તરીકે ફરજ પર છે.
▪️રાજકોટ રેન્જ IG સંદીપસિંહની બરોડા રેન્જ IG તરીકે નિયુક્તિ
▪️મયંકસિંહ ચાવડા જુનાગઢ રેન્જના આઈજી તરીકે નિમાયા
▪️રાજકોટના સ્પેશયલ પોલીસ કમિશ્નર ખુર્શીદ અહમદને ગાંધીનગરમાં ADGP (આયોજન અને આધુનિકીકરણ) વિભાગમાં નિયુક્તિ
▪️સૌરભ તોલુંબિયાને રાજકોટના ACP (ક્રાઈમ, ટ્રાફિક અને એડમિન.) તરીકે નિયુક્તિ, હાલ તેઓ ગાંધીનગરમાં DIG CID ક્રાઈમ તરીકે ફરજ પર છે
▪️સુરતના રેન્જ IG ડૉ.રાજકુમાર પાંડિયનને અમદાવાદમાં ADGP રેલવેની જવાબદારી : આ સાથે GUVNL ના એક્ઝિકયુટિવ ડાયરેક્ટર તરીકેની વધારાની જવાબદારી સોંપાઈ
▪️અમદાવાદના જેસીપી (એડમીન) અજય ચૌધરીની જેસીપી (સ્પેશયલ બ્રાન્ચ) માં નિયુક્તિ

કોણ ક્યાં મુકાયું...

રાજકોટના સ્પેશ્યલ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદને ADGP પ્લાનિંગ ગાંધીનગર, સીઆઇડીના સૌરભ તોલમ્બિયાને એડિશનલ પોલીસ કમિશનર તરીકે રાજકોટ સિટીમાં મુકાયા છે. જ્યારે રાજકુમાર પાંડિયનને ADGP રેલવે અમદાવાદ, જૂનાગઢ રેન્જ આઈજી તરીકે મયંકસિંહ ચાવડા, રાજકોટ રેન્જ આઈજી તરીકે અશોક યાદવ, ભાવનગર રેન્જ આઈજી પદે ગૌતમ પરમાર, સુરતના જેસીપી ટ્રાફિક તરીકે ડી.એચ. પરમાર, સુરત રેન્જ આઈજી તરીકે પિયૂષ પટેલ, અમદાવાદમાં સ્પેશ્યલ બ્રાંચના જેસીપી તરીકે અજય ચૌધરી, વડોદરા રેન્જ આઈજી તરીકે સંદિપસિંહ, અમદાવાદ સેકટર 2માં એડિશનલ CP તરીકે એમ.એસ.ભરાડા, રેન્જ આઈજી પંચમહાલ ગોધરા તરીકે ચિરાગ કારડિયા, વડોદરા એડિશનલ સીપી ક્રાઇમ અને ટ્રાફિક પદે મનોજ નિનામા, અમદાવાદમાં ટ્રાફિકના એડિશનલ પોલીસ કમિશનર તરીકે એ.જી.ચૌહાણ, DIG , ઈન્ટેલીજન્સ -2 , ગાંધીનગરના સ્થાને આર.વી.અસારી, અમદાવાદ સેકટર 1માં એડિશનલ સીપી તરીકે નિરજ બડગુજર અને સુરત સેકટર 2માં એડિશનલ સીપી તરીકે કે.એન.ડામોરની બદલી કરાઈ છે.






Latest News