વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈની પાણી માટેની મહેનત રંગ લાવી


SHARE









મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈની પાણી માટેની મહેનત રંગ લાવી

મોરબી પંથકમાં ખેતી માટે નર્મદા કેનાલમાંથી પાણી પૂરતા ફોર્સ સાથે આવે તો જ મોટા ભાગના વિસ્તારોમાં શિયાળુ ખેતી થઈ શકે ચાલુ વર્ષે ચોમાસામાં સતત વરસાદ ચાલુ રહ્યો હોવાથી ચોમાસુ પાક નિષ્ફળ ગયો હોય એવી પરિસ્થિતિ હોય શિયાળુ પાક ઉપર ખેડૂતોનો મોટો આધાર છે પણ છેલ્લા અઠવાડિયાથી નર્મદા કેનાલમાં પાણી ખુબ જ નહિવત આવતું હતું અને તપાસ કરતા માલુમ પડ્યું કે, કોઈ કે કેનાલમાં ઝેરી કેમિકલ નાખી દીધું હતું પાકને નુકશાન ન થાય એટલા માટે પાણી બંધ કરાવી કેમિકલ કઢાવી કેમિકલનો લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું હતું. અને ફરીથી કેનાલ ચાલુ કરવા માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત પ્રયત્નશીલ હતા પણ વચ્ચેથી ખેડૂતો પાણીનો મોટો જથ્થો ઉપાડી લેતા હોય મોરબી- માળીયા પંથકના ખેતરોમાં કેનાલમાં ઓછું પાણી આવતું હોય ખેડૂતો બ્રિજેશભાઈને વારંવાર રજુઆતો કરતા હતા અને રજાના દિવસોમાં પણ મંત્રીએ સતત ફોલો અપ લઈને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડાવવામાં આવ્યું છે જેથી કરીને મોરબી-માળીયા પંથકમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું છે જેથી રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ખેડૂત અગ્રણી મગનભાઈ વડાવીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા વગેરેની મહેનત રંગ લાવતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે




Latest News