મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઉપર રિક્ષા ચાલકે સાયકલને હડફેટ લેતા વૃદ્ધનું મોત


SHARE









મોરબીના પંચાસર રોડ ઉપર રિક્ષા ચાલકે સાયકલને હડફેટ લેતા વૃદ્ધનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર બોખાની વાડી પાસેથી સાયકલ લઈને પસાર થતા વૃદ્ધની સાયકલને રિક્ષા ચાલકે પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર કપોરીની વાડી માં રહેતા કાંતિભાઈ કરસનભાઈ ડાભી જાતે સતવારા ઉંમર વર્ષ ૩૭ એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિક્ષા નંબર જીજે ૩૬ યુ ૭૫૩૬ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેના પિતા બોખાની વાડી પાસેથી પોતાની સાયકલ લઈને જતા હતા ત્યારે ફરિયાદીના પિતા કરશનભાઈ ઉંમર ૭૧ ને સાયકલને રીક્ષા ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં કરસનભાઈ ને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યુ હતુ હાલમાં મૃતક વૃદ્ધના દીકરા કાંતિભાઈએ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વેપારી સામે ગુનો નોંધાયો 

મોરબીના લીલાપર રોડ ઉપર જેલ ચોકથી આગળના ભાગમાં જેલ પાસે ઘાસના વાળા રાખીને ત્યાં આડેધડ ઘાસ નાખતા વેપારીઓ સામે પોલીસ દ્વારા ગુના નોંધવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં ત્રણ જેટલા વેપારીઓ સામે ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે ત્યારે આજે વધુ એક વેપારી સામે આડેધડ ઘાસ નાખીને ટ્રાફિક તથા અકસ્માત સર્જાય તેવી બેદરકારી વેપારી રાજુભાઈ હરખાભાઈ માજુસા જાતે કોળી ઉંમર વર્ષ ૪૦ રહેવા શેરી નંબર દસ વાળા ની સામે ગુનો નોંધવામાં આવ્યો છે




Latest News