મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણ બેઠક માટે 28મી એ એલીટ સ્કૂલ ખાતે લેવાશે સેન્સ


SHARE









આગામી વિધાનસભા બેઠકની ચૂંટણી જાહેર થાય અને મુરતિયાઓના નામ જાહેર થાય તેને હવે ગણતરીના દિવસો બાકી છે તે પહેલા ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે અને મોરબી જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠક માટેની સેન્સ આગામી તા. 28 ના રોજ સવારથી મોરબી નજીકના લજાઈ ગામ પાસે આવેલ એલિટ સ્કૂલ ખાતે લેવામાં આવશે તેવું હાલમાં સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે જોકે સેન્સ લેવા માટે કોણ આવવાનું છે તેના નામ હજુ સુધી જિલ્લા ભાજપને આપવામાં આવ્યા નથી

સરપંચથી લઈને સંસદ સુધીની જે પણ ચૂંટણીઓ યોજાય છે તેના માટે થઈને દર વખતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે અને સેન્સ લીધા બાદ તેના તારણાના અંતે જે તે બેઠક માટે વિજય થઇ શકે તેવા ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવતા હોય છે આવી જ રીતે આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખો હવે ગણતરીના દિવસોમાં જાહેર થાય તેમ છે ત્યારે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે અને આગામી તા. 28 ના રોજ મોરબી જિલ્લામાં આવતી મોરબી માળિયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા ત્રણ બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને મોરબી નજીકના લજાઇ ગામ પાસે આવેલ એલિટ સ્કૂલ ખાતે આ સેલ્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે 

વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે સેન્સ લેવા માટે થઈને સામાન્ય રીતે જે કોઈ પ્રદેશથી પદાધિકારીઓને મોકલવામાં આવતા હોય તેના નામ અગાઉથી જિલ્લા ભાજપને આપી દેવામાં આવતા હોય છે જોકે આ વખતે મોરબી જિલ્લામાં ત્રણે ત્રણ બેઠક ઉપર ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથવાદ અને ખેંચતાણ હોવાના કારણે વિવાદ થાય અને લોબિંગ કરવામાં આવે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી જેથી કરીને મોરબી જિલ્લામાં વિધાનસભા બેઠકના સંભવિત ઉમેદવારોની સેન્સ લેવા માટે આવનાર પદાધિકારીઓના નામ હજુ સુધી જિલ્લા ભાજપને આપવામાં આવ્યા નથી તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે જોકે સેન્સ લેવામાં આવ્યા બાદ પદાધિકારીઓના સર્વે મુજબ કે પછી રાબેતા મુજબ ઉપરથી જેના ઉપર પસંદગીનો કળશે તેનો જય જયકાર કરવાનો રહેશે તે તો આગામી સમય જ બતાવશે




Latest News