વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક અકસ્માત સર્જીને ચાર વ્યક્તિના મોત નિપજાવનારા ટ્રાવેલ્સ ચાલકની ધરપકડ


SHARE









માળીયા (મી) નજીક અકસ્માત સર્જીને ચાર વ્યક્તિના મોત નિપજાવનારા ટ્રાવેલ્સ ચાલકની ધરપકડ

માળીયા મીયાણાના હરિપર ગામની ગોળાઈ પાસે ગઈકાલે અશોક લેલન ટેમ્પો ખાનગી બસ સાથે અથડાતા ત્રણ મહિલાઓ સહિત ચાર વ્યક્તિના મોત નિપજ્યાં હતા જે બનાવ સંદર્ભે હાલમાં ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટ જિલ્લાના પીઠડીયા ગામના રહેવાસી હસમુખભાઈ દામજીભાઈ ગોંડલીયા (૫૨) એ ખાનગી ટ્રાવેલ્સ બસ નંબર એ.આર. ૧ ટી ૮૨૯૮ ના ચાલક ગોગારામ ભવારારામ ઝાખડ રહે. રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે મોરબીથી કચ્છ તરફ જતા રસ્તા ઉપર આવતા હરીપર ગામની ગોળાઇ પાસે ઓવરબ્રિજનું કામ ચાલુ હોય રોડની એક સાઇડ બંધ હતી અને એક જ સાઈડમાં સામસામા વાહનોની અવરજવર ચાલુ હતી ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળી ટ્રાવેલ્સ બસ બેફિકરાઈથી અને સ્પીડમાં ચલાવીને અશોક લેલન ટેમ્પો નંબર જીજે ૧૪ ડબલ્યુ ૫૫૧૬ સાથે અથડાવી હતી જેથી કરીને અશોક લેલન ટેમ્પો બેઠેલા વ્યક્તિઓમાંથી ચંદાબેન વિપુલભાઈ ગોંડલીયા, શારદાબેન ઉર્ફે ઝીણીબેન છગનભાઈ ગોંડલીયા, નાથીબેન દેવરાજભાઈ અને દીપકભાઈ મનુભાઈ જીંજવાડીયાના મોત નીપજ્યા હતા અને અન્ય છ વ્યક્તિઓને ઈજા થયો હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં હસમુખભાઈ ગોંડલીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રાવેલ્સના ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News