મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જુદા જુદા મંદિરોમાં દિવેલ માટે 72 મણ શુદ્ધ ઘી અર્પણ કરાયું


SHARE









મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા મંદિરોમાં દિવેલ માટે 72 મણ ઘી અર્પણ કરવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આજે જુદા જુદા મંદિરોમાં 72 મણ શુદ્ધ ઘી આપવામાં આવ્યું છે

મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના કાળ દરમિયાન મોરબી પંથકમાં અવસાન પામેલા લોકોના મોક્ષર્થે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ રક્તદાન કેમ્પ યોજાયો હતો અને નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિન નિમિતે ગાયોને શુદ્ધ ઘીમાંથી બનેલ 72 મણ સુખડી આપવા માટેનો સંકલ્પ કર્યો હતો જો કે 108 મણ કરતાં વધુ સુખડી ગાયોને કાંતિભાઈ અમૃતિયા તથા તેના પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ તેઓએ મોરબી અને આસપાસના વિસ્તારની અંદર આવેલા મંદિરોમાં દિવેલ માટે થઈને શુદ્ધ ઘી આપવા માટેનો સંકલ્પ કર્યો હતો જેના ભાગરૂપે 72 મણ શુદ્ધ ઘી જુદા જુદા મંદિરોમાં આપવામાં આવ્યું છે તેવું કાંતિભાઈ અમૃતિયાના દીકરા પ્રથમભાઈ અમૃતિયાએ જણાવ્યું છે




Latest News