મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા  જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે મુખ્યમંત્રીને ઠરાવ બહાર પાડવા પુન:સ્મરણ કરાવાયું


SHARE









રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા  જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે મુખ્યમંત્રીને ઠરાવ બહાર પાડવા પુન:સ્મરણ કરાવાયું

સરકાર સાથે થયેલ સમજૂતી મુજબ વર્ષ:- ૨૦૦૫ પહેલાં નોકરીમાં દાખલ થયેલ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુન:લાગુ કરવાનો  ઠરાવ બહાર પાડવા મુખ્યમંત્રીને પુન:સ્મરણ કરતો પત્ર લખાયો.

એકાદ મહિના પહેલાં રાજભરમાં તમામ જિલ્લાઓમાં શિક્ષકો સહિતના અનેક કર્મચારીઓ પોતાની જૂની પડતર માંગણીઓ માટે આંદોલન કરી રહયા હતા જેમાં જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવી,સાતમા પગાર પંચ મુજબના આનુસંગિક ભથ્થાઓ,બદલી ભરતી, બઢતી સહિતના પંદર જેટલા પ્રશ્નોની માંગ હતી જે તે વખતે સરકાર સાથે બેઠકો થતા મોટા ભાગની માંગણીઓ સ્વીકારી લેવામાં આવતા આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું, સરકાર સાથે થયેલ સમાધાન મુજબ મોટા ભાગની માંગણીઓના ઠરાવો થઈ ગયા છે પણ મુખ્ય માંગણી વર્ષ- ૨૦૦૫ પહેલા નોકરીમાં દાખલ થયેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો તેમજ નવી પેન્શન યોજનામાં સરકારનો 14 ટકા હિસ્સો એમ બે ઠરાવો વખતોવખતની રજુઆત છતાં બહાર પડ્યા ન હોય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આચાર સંહિતા લાગુ થાય એ પહેલાં જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવાનો ઠરાવ બહાર પાડવા પુન:સ્મરણ કરતો પત્ર લખ્યો છે,




Latest News