મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણ બેઠક માટે ૭૦ આગેવાનોએ ભાજપ પાસે માંગી ટિકિટ: કોણ કોણ છે રેસમાં ?


SHARE









મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણ બેઠક માટે ૭૦ આગેવાનોએ ભાજપ પાસે માંગી ટિકિટ: કોણ કોણ છે રેસમાં ?

મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની ત્રણ બેઠકો માટે થઈને આજે ભાજપ દ્વારા લેવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠક માટે કુલ મળીને ૭૦ જેટલા આગેવાનો દ્વારા ટિકિટની દાવેદારી કરવામાં આવી છે અને મોટાભાગના આગેવાનોએ કોઈપણને ટિકિટ આપવામાં આવે તો પક્ષની સાથે રહીને કમળ ખીલાવવા માટેની ખાતરી નિરીક્ષકોને આપી છે

વિધાનસભાની ચૂંટણી માટે થઈને ભાજપ દ્વારા હાલમાં સેન્સ લેવામાં આવી રહી છે અને જુદા જુદા જિલ્લાઓની અંદર ભાજપ દ્વારા સેન્સ લેવા માટેની આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ લજાઈ નજીક એલિટ સ્કૂલ ખાતે મંત્રી આર.સી. મકવાણા, હર્ષદભાઈ પટેલ અને અલ્કાબેન મોદીની હાજરીમાં મોરબી જિલ્લામાં આવેલ ત્રણેય બેઠક માટે થઈને સેન્સ લેવામાં આવી હતી અને ટંકારા પડધરી, મોરબી માળિયા તેમજ વાંકાનેર કુવાડવા બેઠક માટે સ્થાનિક આગેવાનો દ્વારા ટિકિટની ટિકિટની માંગણી કરવામાં આવી હતી

નિરીક્ષકોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ટંકારા પડધરી માટે ૨૦ મોરબી માળિયા માટે ૧૫ અને વાંકાનેર કુવાડવા બેઠક માટે ૩૫ જેટલા આગેવાનો દ્વારા ભાજપ પક્ષ પાસે ટિકિટની માગણી કરેલ છે જોકે ટિકિટની માંગણી કરવા માટે આવેલા આગેવાનોએ પક્ષ દ્વારા કોઈપણ આગેવાનને આગામી વિધાનસભાની ચૂંટણી માટે થઈને ચૂંટણી લડવાનો આદેશ કરવામાં આવશે તો તેની સાથે રહીને જે તે મતવિસ્તારમાં કમળ ખીલી ઉઠે અને ભાજપની બહુમતી થાય તે માટે થઈને કામ કરશે તેવી ખાતરી નિરીક્ષકોને આપી હતી પરંતુ આગામી સમયમાં ભાજપ દ્વારા જ્યારે સત્તાવાર રીતે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે ત્યાર પછી પરિસ્થિતિ કેવી હશે તે તો આગામી સમય જ બતાવશે

મોરબી માળિયા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા ઓનલાઇન પોતાની સેન્સ આપવામાં આવી હતી અને તે ઉપરાંત માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, માજી પ્રમુખ વેલજીભાઈ ઉઘરેજા તેમજ માજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, જીતેન્દ્રભાઈ આદ્રોજા (નોટરી), મોરબી જીલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, મંજુલાબેન દેત્રોજા, જીગ્નેશભાઇ કૈલા, અજયભાઇ લોરીયા, ડો. નારણભાઇ બાવરવા, બકુલભાઇ કાવર, કેતનભાઇ વિડજા, મનુભાઇ ખાંડેખા, ઉમેશ જાકાસણીયા સહિતના 15 થી વધુ આગેવાનો દ્વારા મોરબી વિધાનસભા બેઠક ઉપર ભાજપની ટિકિટની માંગણી કરવામાં આવી છે અને સાથોસાથ આ બેઠકો પરથી પાર્ટી દ્વારા જે કોઈ આગેવાનને ટિકિટ આપીને ચૂંટણી લડવા માટે આદેશ કરવામાં આવશે તેની સાથે ઉભા રહીને આ બેઠક ઉપરથી કમળ વિધાનસભામાં મોકલવા માટે થઈને તમામ આગેવાનો દ્વારા નિરીક્ષકોને ખાતરી આપવામાં આવી છે

ટંકારા-પડધરી વિધાનસભા બેઠક માટે ભાજપની ટિકિટ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, ભાવનાબેન કૈલા, વિનુભાઈ દેત્રોજા, અમિતભાઈ કાસુન્દ્રા, જીજ્ઞાબેન પટેલ, માજી ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, છગનભાઈ વાસજારીયા, રમાબેન ગડારા, અજયકુમાર વસંતકુમાર ઝાલરીયા, પ્રભુભાઈ કામરીયા, જ્યોતિબેન ટીલવા, કિરીટભાઈ અંદરપા, રવિભાઈ સનાવડા, અરવિંદભાઈ બારૈયા, ગોપાલભાઈ પટેલ, જગદીશભાઈ પનારા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના માજી પ્રમુખ મંજુલાબેન દેત્રોજા, દિલીપભાઈ સખીયા અને પ્રભુલાલ પનારા દ્વારા માંગણી કરવામાં આવેલ છે

વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક માટે ભાજપની ટિકિટ ધર્મેશભાઈ મોહનભાઈ ઝંઝવાડીયા, નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા, હરેશભાઈ રણછોડભાઈ માણસુરીયા, સીદીકભાઈ અલીભાઈ સુમરા, કુલદીપભાઈ ગાંડુભાઈ ડાભી, રમેશભાઈ બચુભાઈ મકવાણા, ડાંગરેચા વાઘજીભાઈ કુકાભાઈ, ભરતભાઈ કાનજીભાઈ સુરેલા, કેસરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, સુરેશભાઈ દેવકરણભાઈ પ્રજાપતિ, જીતેન્દ્રકુમાર કાંતિલાલ સોમાણી, વિરાજ અનંતરાય મહેતા, અરવિંદભાઈ જાદવજીભાઈ કાકડીયા, દેવાંગભાઈ લક્ષ્મણભાઈ કુકાવા, કિરીટસિંહ ઝાલા વાંકાનેર, નાગદાનભાઈ ચાવડા, રાજેશ્રીબેન મેહુલભાઈ ઠાકરાણી, રમેશભાઈ કાનજીભાઈ માણસુરીયા, દેવાભાઈ ધનુભાઈ વીંજવાડીયા, અણીયારીયા રતિલાલ ગણેશભાઈ, સરવૈયા ગોરધનભાઈ પોલાભાઇ, જીંજરીયા હિતેશભાઈ ભગવાનજીભાઈ, પરમાર રમેશભાઈ મનજીભાઈ, મેર જિજ્ઞાસાબેન રાજેશભાઈ, સોરાણી અજયભાઈ નાથાભાઈ, ચાવડા ધનાભાઈ નાથાભાઈ, નાકિયા દલસુખભાઈ વિરજીભાઈ, વાઢેર વિનુભાઈ જીવાભાઇ, કાંકરેચા કાળુભાઈ મેરૂભાઈ, ડાંગરિયા વાઘજીભાઈ કુકાભાઈ, ઉધરેજા બાબુભાઈ અરજણભાઈ, બાલોન્દ્રા રવજીભાઈ ગગજીભાઈ, બાવરવા પરસોત્તમભાઈ વેરશીભાઈ ભુવા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને શૈલેષભાઈ ઠક્કરે માંગણી કરેલ છે




Latest News