મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં નારાયણ સેવા સંસ્થા દ્રારા સ્નેહ મિલન અને ભામાશા સમ્માન સમારોહનું આયોજન


SHARE









મોરબીમાં નારાયણ સેવા સંસ્થા દ્રારા સ્નેહ મિલન અને ભામાશા સમ્માન સમારોહનું આયોજન

રાજસ્થાનના ઉદયપુર ખાતે નારાયણ સેવા સંસ્થાન દ્વારા જન્મજાત વિકલાંગોની સેવા કરવામાં આવી રહી છે અને આ ભગીરથ સેવા કાર્યમાં જે કોઈ આર્થિક સહયોગી દાતાઓ છે તેઓનો સન્માન કરવા અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે.આવતી કાલે તા.૩૦ ને રવિવારના રોજ મોરબી ખાતે દાનવિપોના સન્માનની સાથે નવા વર્ષે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

ભામાશા જેવા દાનવીરોના વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રેમથી ગરીબ, અસહાય, અપંગ ભાઈ-બહેનોની સેવા માટે નર સેવા એજ નારાયણ સેવાની ભાવના સાથે ઘણા વર્ષોથી નારાયણ સેવા સંસ્થાનમાં સેવા ચાલી રહેલ છે.દાતાઓના સહયોગથી સંસ્થાન ૩૭ વર્ષોથી જન્મજાત વિકલાંગોના ઓપરેશન કરીને સંસ્થાએ લગભગ ૪,૭૫,૦૦૦ વિકલાંગોના સફળ ઓપરેશન કરીને તેમના જીવનમાં સુખના પ્રાણ પુર્યા છે.આ પરંપરાને જીવિત રાખવા અને આગળ વધારવાના ઉદ્દેશથી સંસ્થાએ આત્મીય સ્નેહ મિલન અને ભામાશા સમારોહનું આયોજન કરી દાનવીરોને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે.આ સમારોહમાં પ.પૂ. ડો. કૈલાશ માનવના પ્રમુખ ઉપસ્થિત રહી દાતાઓનું સન્માન કરશે. નારાયણ સેવા સંસ્થાન, ઉદેપુર દ્વારા આયોજિત આત્મીય સ્નેહ મિલન સમારોહ તા.૩૦-૧૦ ને રવિવારે સવારે ૧૧ કલાકે શ્રી વિશા શ્રીમાળી વણિક જ્ઞાતિ, નવા ડેલા રોડ, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે આયોજન કરવામાં આવેલ છે.આ આયોજનમાં મોરબી જિલ્લાના ૨૦૦ થી વધુ દાતાઓનું સન્માન કરવામાં આવશે.વધુ માહિતી માટે તરૂણભાઈ નાગદા (રાજકોટ નારાયણ સેવા સંસ્થાન ઈન્ચાર્જ) મો. ૯૫૨૯૯ ૨૦૦૮૩ ઉપર કોન્ટેક કરવા યાદીમાં જણાાયેલ છે.




Latest News