મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીથી માનતા પૂરી કરવા માટે મિત્ર સાથે જતા યુવાનનું છત્તર નજીક માર્ગ અકસ્માતમાં મોત


SHARE









મોરબીથી માનતા પૂરી કરવા માટે મિત્ર સાથે જતા યુવાનનું છત્તર નજીક માર્ગ અકસ્માતમાં મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા યુવાને મોરબીથી તેમના વતનમાં માતાજીના મંદિરે દર્શન માટે માનતા રાખી હોય તે નિમિત્તે ચાર-પાંચ મિત્રો મોરબીથી પાંચવડા જવા માટે નીકળ્યા હતા.ત્યારે રસ્તામાં ટંકારા તાલુકાના રાજકોટ નજીક આવેલા છત્તર ગામની પાસે વાહન અકસ્માતમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા જૈન (વણીક) યુવાનનું મોત નીપજયુ હોવોનું જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ લાલબાગ પાછળની રીલીફનગર સોસાયટીમાં રહેતા મયુરભાઈ રમેશચંદ્રભાઇ મહેતા નામના ૩૮ વર્ષીય યુવાનનું મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ છતર ગામ પાસે માર્ગ અકસ્માતમાં મોત નીપજેલ છે.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામકાંઠે રીલીફનગરમાં રહેતા મયુરભાઈ મહેતા તેમના મિત્ર દિનેશભાઈ બડમલીયાને આટકોટ નજીક આવેલ પાંચવડા ગામે માતાજીના મંદિરે દર્શન માટે માનતા હોય તે નિમિત્તે મોરબીના સામાકાંઠા વિસ્તારના અરૂણોદયનગર, રીલીફનગર સોસાયટી સહિતના વિસ્તારમાં રહેતા ચાર-પાંચ મિત્રો મોરબીથી માનતા પૂરી કરવા માટે પાંચવડા તરફ જવા માટે નીકળ્યા હતા.તે દરમ્યાનમાં રાજકોટ હાઇવે ઉપર ટંકારા તાલુકાના છતર ગામ પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જવાથી મયુરભાઈ રમેશચંદ્રભાઇ મહેતા નામના વણીક યુવાનનું મોત નીપજ્યું હતું.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના મકનસર ગામે રહેતા અશોકભાઈ સારલા (૪૪) ને વાંકાનેર હાઇવે ઉપર ડમ્પરનું ટાયર ફાટતા બાઈક સાથે અથડાતા ઇજા પહોંચી હતી જેથી સારવારમાં ખસેડાયા હતા.જ્યારે હળવદના ચરાડવા ગામે રહેતો પ્રકાશ ઈશ્વર સોલંકી (૩૮) નામનો યુવાન ઘુંટુ નજીકથી જતો હતો ત્યારે ટ્રક સાથે અથડાતા ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો.તેમજ જેતપર રોડ ઉપર પાવળીયારી અને હરીપર કેનાલ રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં જૂની પીપળી ગામે શિવપાર્કમાં રહેતા સિદ્ધરાજ મનહરભાઈ હમીરપરા નામના ૨૬ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા સારવારમાં લઈ જવાયો હતો.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના ઢુવા પાસે આવેલા મિલેનિયમ ગ્રેનાઇટો નજીક રહેતા મોહિત કપિલ મિશ્રા નામના ૩૨ વર્ષના યુવાનને બાઈકમાં જતા જાંબુડીયા-લાલપર વચ્ચે વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં સિવિલ લવાયો હતો અને અહીંથી વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો છે.જ્યારે વીસીપરા મદીના સોસાયટીમાં રહેતા હમીદાબેન બસીરભાઈ અજમેરી નામની ૪૫ વર્ષીય મહિલાને ઘરે મારામારીમાં ઈજા થવાથી સારવારમાં લઈ જવાયા હતા.

વૃદ્ધનું મોત

મોરબીના લખધીરવાસ ચોકમાં આવેલ આકાશ એપાર્ટમેન્ટમાં રહેતા બાલકૃષ્ણ ભોલેનાથ સતપથી જાતે બ્રાહ્મણ નામના એકાસી વર્ષના વૃદ્ધનું કોઈ કારણોસર મોત નીપજતા ડેડબોડીને સિવિલે લઇ જવાયો હતો અને પોલીસે બનાવ અંગે તપાસ કરી છે.તેમજ મોરબીના કબીર ટેકરી નજીક રહેતા કરસનભાઈ હરસુરભાઈ નામના ૫૦ વર્ષને અજાણી રિક્ષાના ચાલકે હડફેટ લેતા સારવારમાં ખસેડાયા હતા અને પંચાસર રોડ ઉપર રહેતા ચેતન ચમનભાઈ (૨૭) નામના યુવાનનું બાઈક સ્લીપ થતા ઇજા થતા સારવારમાં લઈ જવાયો હતો.




Latest News