મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ગુજરાતનાં લોકોનો જનમત લઈને આમ આદમી પાર્ટી જાહેર કરશે સીએમ પદના ઉમેદવાર: ઈશુદાન ગઢવી


SHARE









ગુજરાતનાં લોકોનો જનમત લઈને આમ આદમી પાર્ટી જાહેર કરશે સીએમ પદના ઉમેદવાર: ઈશુદાન ગઢવી

ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ બેઠકોને અંકે કરવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે મોરબી જિલ્લામાં ઈશુદાન ગઢવીની હાજરીમાં ત્રિરંગા યાત્રા સહિતના જુદાજુદા કાર્યક્રમો અને જનસંપર્કના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે ઈશુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે, ગુજરાતનાં લોકોનો જનમત લઈને ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા સીએમ પદના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે અને પંજાબ કરતાં પણ વધુ સારું પરિણામ ગુજરાતમાં આવશે તેવી લાગણી વ્યક્ત્ત કરી હતી

હાલમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જુદા જુદા જિલ્લા અને તાલુકાની અંદર જન સંપર્ક કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં આજે ઈશુદાન ગઢવીની હાજરીમાં મોરબી માળીયા વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમા જુદા જુદા વિસ્તારોની અંદર પદયાત્રા તેમજ ત્રિરંગા યાત્રા યોજાઇ હતી ત્યારે રસ્તામાં આવતા મંદિરોએ જઈને ઈશુદાન ગઢવી સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા દેવ દર્શન કરીને ભગવાનના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા અને મોરબીના બગથળા ગામે ટંકારાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજયભાઇ ભટાસણાના સમર્થનમા જનસંવાદનો કાર્યક્રમ યોજાશે

ત્યારે આમ આદમી પાર્ટીના લોકલાડીલા નેતા ઇસુદાન ગઢવીની સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતુ કે, ડોર ટુ ડોર પ્રચાર અને યાત્રામાં લોકો તરફથી ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે અને તે જોતાં પંજાબમાં આમ આદમી પાર્ટી જે પરિણામ લાવી છે તેનાથી પણ વધુ સારું પરિણામ ગુજરાતમાં આવશે તે નિશ્ચિત છે વધુમાં તેઓએ કહ્યું હતું કે, બીજી પાર્ટીની જેમ હાઇ કમાન્ડ આદેશ કરે તેને બેસાડવાના અને હાઇ કમાન્ડ કહે તેને ઊથલાવી દેવાના તેવું નહીં થાય અમારામાં ગુજરાતનાં આમ આદમી પાર્ટીના સીએમ માટે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા ટોલ ફ્રી નંબર આપવામાં આવેલ છે જેના મારફતે લોકો તરફથી જે જનમત મળશે તેના આધારે ગુજરાતનાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવશે

અંતમાં તેઓએ મોરબીમાં તૂટેલા રોડ રસ્તા સહિતની પરિસ્થિતી જોઈને તેઓએ કહ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર અને મોરબી પાલિકામાં આમ આદમી પાર્ટી સત્તા ઉપર આવશે એટ્લે બે માહિનામાં મોરબીની કાયાપલટનું કામ શરૂ કરી દેવામાં આવશે તેવી પાણીદાર ખાતરી ઈશુદાન ગઢવીએ મોરબીના લોકોને આપી છે અને અહીથી આમ આદમી પાર્ટીના ઉમેદવારને ચૂંટી કાઢવા માટે લોકોને આહ્વાન કર્યું હતું આ તકે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઇ ગોરીયા, ગિરીશભાઈ પેથાપરા, સંજયભાઇ ભટાસણા, હીરાભાઈ કાનગઢ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News