મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર અને મોરબીના લીલાપર- સરદારનગરમાં ગૌશાળાના લાભાર્થે જુદાજુદા નાટકો યોજાશે


SHARE









ટંકારાના નસીતપર અને મોરબીના લીલાપર- સરદારનગરમાં ગૌશાળાના લાભાર્થે જુદાજુદા નાટકો યોજાશે

ટંકારાના નસીતપર ગામે ગૌશાળાના લાભાર્થે તા ૧/૧૧ ને મંગળવારના રોજ રાત્રે ૯.૩૦ કલાકે ઐતિહાસિક નાટક અને કોમિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને નસીતપરના શ્રી મારૂતિ ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે શ્રી જય અંબે ગૌસેવા યુવક મંડળ રાજપર (કું) દ્વારા ઐતિહાસિક નાટક રા’નવઘણ યાને આહીરની ઉદારતા અને કોમેડી નાટક દિકરો દયારામ રજૂ કરવામાં આવશે જેથી લોકોને આ નાટક નિહાળવા અને ગૌસેવાના કાર્યમાં સહભાગી બનવા માટે મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામે અનુરોધ કર્યો છે.

ગૌશાળાના લાભાર્થે

મોરબીમાં અભિલાષા ગૌસેવા યુવક મંડળ ટ્રસ્ટ બગથળાના નેજા હેઠળ ગૌશાળાના લાભાર્થે તા ૩૧ ને સોમવારે રાત્રે સરદાર નગર સોસાયટી- ૧/૨ કન્યા છાત્રાલય મેઈન રોડ રાધે ક્રિષ્ના સ્કૂલની બાજુમાં નાટકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરદાર નગર સોસાયટી દ્વારા આયોજિત આ નાટકમાં “શેણી વિજાણંદ યાને કે બાળપણની પ્રીત” તેમજ કોમેડી નાટક કડવી ડોશીનો ઘર સંસાર રજૂ કરવામાં આવશે જેથી કરીને તેને નિહાળવા લોકોને આયોજકો દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

બજરંગ યુવક મંડળ

મોરબીના લીલાપર ગામે બજરંગ યુવક મંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને ગૌસેવા માટે યોજતું આ નાટક તા. ૧ નવેમ્બરને મંગળવારે રાત્રે ૯ કલાકે લીલપર ગામે રામજી ચોક યોજાશે જેમાં કલાકારો દ્વારા નાગમતી નાગવાળો નાટક ભજવવામાં આવશે તેની સાથે કોમેડી નાટક જેઠાલાલની જમાવટ પણ રજૂ કરશે જેથી કરીને લોકોને તેનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે

- te




Latest News