વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા ૧૦ મહિનાના બાળકનું મોત
માળીયા (મી)ના ચીખલીમાં બે દિવસ પહેલા કેમ ગોતતો હતો કહીને યુવાનને છરી ઝીકિ
SHARE
માળીયા (મી)ના ચીખલીમાં બે દિવસ પહેલા કેમ ગોતતો હતો કહીને યુવાનને છરી ઝીકિ
માળીયા મીયાણા તાલુકાના ચીખલી ગામ પાસે બે દિવસ પહેલા કેમ ગોતતો હતો તેવું કહીને યુવાનને ગાળો આપવામાં આવી હતી ત્યારે યુવાને ગાળો આપવાની ના પડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેની પાસે રહેલ છરી વડે તેના ઉપર હુમલો કર્યો હતો અને પીઠના ભાગે છરીનો ઘા ઝીકિ દીધો હતો જેથી કરીને ઇજાગ્રસ્તને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તે યુવાને ચીખલી ગામના એક શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામે વાણંદ શેરીમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધરમ લાભુભાઈ સનુરા જાતે કોળી (૨૫) એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરીફ ઉર્ફે આરો રહે. ચીખલી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તે ચીખલી ગામે મચ્છી લેવા માટે થઈને ગયો હતો ત્યારે આરોપીએ બે દિવસ પહેલા કેમ ગોતતો હતો તેવું કહીને તેને ગાળો આપી હતી જેથી કરીને ગાળો આપવાની ના કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસે રહેલ છરી વડે તેણે ફરિયાદી યુવાનો પર હુમલો કર્યો હતો અને પીઠના ભાગે તેને છરીનો ઘા ઝીકિ દીધો હતો. માટે આ ઈજાગ્રસ્ત યુવાને પ્રથમ સારવાર માટે જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ત્યાંથી બધું સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ ધર્મેન્દ્રભાઈ સનુરાએ ફરિયાદ નોંધાવી છે તેના આધારે હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે