માળીયા (મી)ના ચીખલીમાં બે દિવસ પહેલા કેમ ગોતતો હતો કહીને યુવાનને છરી ઝીકિ
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પિસ્તોલ-કાર્ટીઝ સાથે એક પકડાયો
SHARE
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પિસ્તોલ-કાર્ટીઝ સાથે એક પકડાયો
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ઉભેલ શખ્સ પાસે હથિયાર હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તે શખ્સને ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦૦૦૦ રૂપિયાની કિંમતની પિસ્તોલ તથા ત્રણ કાર્ટીઝ જેની કિંમત ૩૦૦ આમ કુલ મળીને ૧૦૩૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં વિજયભાઈ ઉર્ફે જગો રમણીકભાઈ અગેચાણીયા જાતે કોળી (૨૧) રહે. દાળમીલ રોડ વેલનાથ સોસાયટી ફીરદોશ સોસાયટી પાસે તાલુકો વઢવાણ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ પિસ્તોલ અને કાર્ટીઝ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે