મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પિસ્તોલ-કાર્ટીઝ સાથે એક પકડાયો
મોરબી, વાંકાનેર અને માળીયામાં જુગારની ત્રણ રેડ: ૧૪ જુગારી ઝડપાયા
SHARE
મોરબી, વાંકાનેર અને માળીયામાં જુગારની ત્રણ રેડ: ૧૪ જુગારી ઝડપાયા
મોરબી, વાંકાનેર અને માળીયા તાલુકામાં જુદી જુદી જુગારની ત્રણ રેડ કરવામાં આવી છે અને ત્યારે કુલ મળીને ૧૪ જુગારીઓ ઝડપાયા હતા જેની પાસેથી પોલીસે ૬૧૮૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વાંકાનેરના નવાપરામાં મીટીકુલ વાળી શેરીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા મહેશભાઈ ઉર્ફે ટીનો દામજીભાઈ ભખવાડિયા, બાબુભાઈ ઉર્ફે કાનો કરસનભાઈ ડાભી, અજયભાઈ દિનેશભાઈ ડાભી, સંજયભાઈ કરસનભાઈ ડાભી, કમલેશભાઈ ગણેશભાઈ ડાભી, વિશાલભાઈ કાનજીભાઈ રાણેવાડિયા અને નરોતમભાઈ કેશુભાઈ વાઘેલા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૩૬૪૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા અનિલભાઈ ખાતુભાઈ ધુમોડ, કૈલાશભાઈ ડેલસિંઘ રાઠોડ, રાકેશભાઈ બાથુભાઈ હામોદ, ટીટાભાઈ પિઠીયાભાઈ હામોડ અને ભારતભાઈ વરસિંગભાઈ મકવાણા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦૮૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નહોતી આગળની કાર્યવાહી હાથ ધરી છે
માળીયા મીયાણાના માતમ ચોક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગની રેડ કરતા સ્થળ ઉપર જુગાર રમતા ઈરફાનભાઇ અબ્દુલભાઈ જેડા અને જાવેદભાઈ હસનભાઈ મોવર મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૪૬૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી