મોરબી, વાંકાનેર અને માળીયામાં જુગારની ત્રણ રેડ: ૧૪ જુગારી ઝડપાયા
ચૂંટણી ઇફેક્ટ !: મોરબી જીલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસની ધોંસ
SHARE
ચૂંટણી ઇફેક્ટ !: મોરબી જીલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસની ધોંસ
મોરબી જીલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી ધોંસ બોલાવવામાં આવી રહી છે અને શનિવારે જીલ્લામાં કુલ મળીને ૮૫ જેટલા ગુના નોંધવામાં આવ્યા હતા અને આજે રવિવારે ૭૨ ગુના પોલીસે જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં દારૂના ધંધાર્થીઓ સામે નોંધીને આગળની કાર્યવાહી કરલે છે
વાંકાનેર તાલુકાના રાતાવિડા ગામની સીમમાં હળદરી ધાર તરીકે ઓળખાતી સીમમાં સરકારી ખરાબમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૬૦૦ લીટર આથો તેમજ તૈયાર ૬૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો અને દેશી દારૂ બનાવવા માટે થઈને ગેસના બે ચૂલા તેમજ ગેસના ત્રણ બાટલા સહિત કુલ મળીને ૭૮૦૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી મળી આવ્યો હોય પોલીસે હાલમાં તમામ મુદ્દામાલ કબજે કરેલ છે અને આ દેશી દારૂની ભઠ્ઠી સાર્દૂલભાઈ હરજીભાઈ કુકાવાવા રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળાની હોવાનું સામે આવ્યું છે જેથી કરીને તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડી પાસેથી પસાર થતા બાઈક નંબર જીજે ૮ બીપી ૬૫૮૦ ને રોકીને પોલીસે ચેક કરતા તે શખ્સ પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૦૦ રૂપિયાની કિંમતનો દારૂ અને ૨૦૦૦૦ ની કિંમતનું બાઇક આમ કુલ મળીને ૨૦૪૦૦ ના મુદ્દામાલ સાથે ગોવિંદભાઈ ધનજીભાઈ રાજગોર જાતે બ્રાહ્મણ (૪૩) રહે. હાલ ફિરોજ કારખાના રાતાવિડા વાળાની ધરપકડ કરેલ છે
મોરબીના લીલાપર રોડ ઉપર કાળીપાટ વિસ્તારમાં મંદિરની પાછળના ભાગમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી તૈયાર ૨૦ લીટર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ચારસો લીટર આથો મળી આવતા પોલીસે કુલ મળીને ૧૨૦૦ નો મુદ્દામાલ કબજે કરીને રવિ ચંદુભાઈ સાગઠીયા (૨૧) રહે. લીલાપર વાળાની ધરપકડ કરેલ છે