મોરબીમાં ઝૂલતા પૂલે મોતના તાંડવ બાદ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોને રાખવા માટે ખાટલા પણ ખુટી પડ્યા
મોરબીનો ઝુલતો પુલ કિલોલ વચ્ચે હતભાગીઓની કિકિયારીઓથી ગુંજી ઉઠ્યો: બાળકો, સગર્ભા મહિલા સહિત ૧૦૦ થી વધુના મોત
SHARE
મોરબીનો ઝુલતો પુલ કિલોલ વચ્ચે હતભાગીઓની કિકિયારીઓથી ગુંજી ઉઠ્યો: બાળકો, સગર્ભા મહિલા સહિત ૧૦૦ થી વધુના મોત
મોરબીમાં સરકારી તંત્ર દ્વારા લોકોને હરવા ફરવા માટેનું કોઈ સ્થળ ડેવલોપ કરવામાં આવ્યું નથી તેવા સમયે વર્ષો પહેલા રાજશાહી વખતમાં બનેલ એકમાત્ર ઝુલતો પુલ લોકો માટે હરવા ફરવાનું સ્થળ હતું જેથી કરીને રવિવારે રજાના દિવસે ન માત્ર મોરબી પરંતુ રાજકોટ, ધ્રાંગધ્રા, હળવદ સહિતના જુદાજુદા જિલ્લા અને તાલુકામાંથી લોકો પરિવાર સાથે આનંદ કિલોલ કરવા માટે મોરબીના ઝૂલતા ફુલે સાંજના સમયે આવ્યા હતા ત્યારે અચાનક જ એક બાજુથી આ ઝુલતો પુલ ધડાકાભેર તૂટી ગયો હતો જેથી કરીને હતભાગીઓની કિકિયારીઓથી ઝુલતો પુલ ગુંજી ઉઠ્યો હતો અને આ દુર્ઘટનામાં બાળકો, સગર્ભા મહિલો સહિત કુલ મળીને ૧૦૦ થી વધુ લોકોના મોત થયા છે તેવું નદીમાંથી લાશો કાઢવાની કામગીરી કરતાં લોકો પાસેથી જાણવા મળ્યું છે અને આ પુલના રિનોવેશનના કામમાં બેદરકારી રાખનારા લોકોની સામે પોલીસે આઇપીસી ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે તેવું રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી માહિતી આપતા પત્રકારોને જણાવ્યુ હતુ.
મોરબીની મચ્છુ નદી પર રજવાડાના સમયમાં પ્રજાવાત્સ્લ્ય રાજા સર વાઘજી ઠાકોર દ્વારા લાકડા અને વાયરના આધારે ૨૩૩ મીટર લાંબો અને ૪.૬ ફૂટ પહોળો ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો જેનો ઉપયોગ પહેલાના સમયમાં રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા પરંતુ મોરબીના ઓરેવા ટ્રસ્ટને આપુલની તમામ જવાબદારી સોંપી દેવામાં આવી હતી જેથી કરીને ઝૂલતા પુલને રીપેર કરીને પછી શરૂ કરવામાં આવ્યો હતો આ ટ્રસ્ટના કર્તાહર્તા જયસુખભાઇ પટેલે થોડા દિવસો પહેલા જણાવ્યુ હતુ કે, જિંદાલ કંપની સાથે વાટાઘાટ કરીને ઝૂલતા પુલને અનુરૂપ મટીરીયલ મંગાવીને નિષ્ણાત પાસે આ પુલનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ ૧૮૮૭ થી જે ઝુલતો પુલ અડીખમ હતો તે રવિવારે સાંજના સાડા છ વાગ્યે ધડાકાભેર જમીન દોસ્ત થઈ ગયો હતો જેથી કરીને ઘરના નાના બાળકો, સગર્ભા મહિલાઓ, વડીલો, યુવાનો પુલની સાથે જ જમીન દોસ્ત થઈ ગયા હતા જેથી કરીને હરવા ફરવા માટે ઝૂલતા પુલ ઉપર આવેલા લોકોના કિલોલથી જે પુલ સાડા છ વાગ્યા પહેલા ગુંજતો હતો તે સાડા છ વાગ્યા પછી ઝૂલતા પુલ ઉપર ફરવા માટે અને પરિવાર સાથે મજા કરવા માટે આવેલા લોકોની કિકિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.આ પુલ જે સમયે તૂટ્યો ત્યારે ત્યાંથી જીવા બચાવીને જે લોકો પરિવાર સાથે ત્યાંથી બહાર નીકળી રહ્યા હતા તેમના કહવા મુજબ પુલ ઉપર કેટલાક ટીખળ ખોર તત્વો હતા જે પુલને પકડીને હલાવતા હતા આટલું જ નહીં આ પુલની સાઇડમાં લગાવવામાં આવેલ ગ્રીલને લાટતો પણ મારતા હતા અને તેવા સમયે અચાનક જ આ પુલ તૂટી પડ્યો હતો જો કે, બનાવની જાણ થતાની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ, પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, સાંસદ વિનોદભાઇ ચાવડા સહિતના લોકો તાત્કાલિક મોરબીમાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ હોસ્પિટલે જ્યાં ડેડબોડીના ઢગલા કરવામાં આવ્યા હતા ત્યાં પણ તે લોકોએ વિઝીટ કરી હતી અને મૃતકો તેમજ ઇજાગ્રસ્તોના પરિવારજનોને મળ્યા હતા.
ત્યારબાદ તાત્કાલિક જે લોકો કાટમાળની નીચે ફસાયેલા હોય તેને બહાર કાઢવા માટેની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને આ કામ માટે થઈને આર્મી, નેવી, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ સહિતની ટીમોને કામે લગાડવામાં આવી હતી અને સાંજના લગભગ સાતેક વાગ્યાથી મોરબીની મચ્છુ નદીમાં જુલતા પુલના કાટમાળ તૂટવાના કારણે મૃત્યુ પામેલા લોકોના ડેડબોડી અને બહાર કાઢવા માટેની જે કામગીરી શરૂ કરવામાં આવી હતી તે બીજા દિવસે સવાર સુધી ચાલુ રાખવામાં આવી ત્યાં સુધી સતત મૃતદેહો મચ્છુ નદીમાંથી બહાર નીકળતા હોય તેઓ ઘાટ જોવા મળ્યો હતો અને અકસ્માતની આ ઘટનામાં ડેડબોડીને બહાર કાઢનારા સેવાભાવી યુવાનો તેમજ ફાયર બ્રિગેડના જવાનો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ૧૦૦ થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા છે જેમાં નાના બાળકો, સગર્ભા મહિલા, યુવતીઓ, યુવાનો, વડીલો સહિતનાઓનો સમાવેશ થાય છે.
શા માટે બનાવ્યો હતો ઝુલતો પુલ ?
મોરબીના પ્રજાવત્સલ્ય રાજ સાર વાઘજી ઠાકોરે મોરબીને એક અનન્ય ઓળખ આપવા માટે ઈ. સ. ૧૮૮૭માં યુરોપમાં તે દિવસોમાં જે નવીનતમ ટેક્નિક હતી તેનો ઉપયોગ કરીને મચ્છુ નદી ઉપર પેલેસથી રાજમહેલ સુધી જવા માટે ખાસ ઝુલતો પુલ બનાવ્યો હતો અને મચ્છુ નદી ઉપર સાતસો પાંસઠ ફૂટ લંબાઈ અને સાડાચાર ફૂટ પહોળાઈ છે અને આ પુલને ત્યારની એન્જિનિયરિંગની અજાયબી તરીકે જોવામાં આવતો હતો જો કે, સમય જતા આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોપવામાં આવી હતી બાદમાં છેલ્લા ઘણા વર્ષથી આ પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટને સોપવામાં આવી છે અને હાલમાં રજાના દિવસો હોવાથી લોકો વધુ આવતા હતા.
મોરબીમાં જલારામ જયંતીની ઉજવણીને લગતા તમામ કાર્યક્રમો રદ
મોરબીમાં દર વર્ષે જલારામ મંદિર ખાતે જલારામ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે કે કટીંગ કરવામાં આવે છે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ધાર્મિક કાર્યક્રમો મહાઆરતી અને મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે જલારામ ઉત્સવ સમિતિ દ્વારા નાતજમણનું આયોજન કરવામાં આવતું હોય છે જોકે મોરબીમાં જલારામ જયંતીના આગલા દિવસે રવિવારની સાંજના સમયે જે અકસ્માત બન્યો છે અને જુલતો પુલ તૂટવાના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તે ઘટનાની ગંભીરતાને સમજીને મોરબીમાં જલારામ મંદિર ખાતે જલારામ જયંતિની ઉજવણીને લગતા તમામ કાર્યક્રમને રદ કરીને સાદાઇથી જલારામ જયંતિની ઉજવણી પૂર્ણ કરવામાં આવશે તેવું આયોજકો પાસેથી જાણવા મળ્યું છે તેવી જ રીતે જલારામ ઉત્સવ સમિતિના નરેન્દ્રભાઈ પોપટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નાત જમણ સહિતના તમામ કાર્યક્રમોને લોહાણ સમાજ દ્વારા રદ કરવામાં આવ્યા છે અને દિવંગત આત્માઓને જલારામ બાપા શાંતિ અર્પે તેના માટે થઈને લોહાણા સમાજના લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
સરકારી તંત્ર દ્વારા યોજાનાર એકતા યાત્રાનું આયોજન રદ
૩૧ ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ગુજરાતનાં દરેક જીલ્લામાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે મોરબીમાં પણ એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે જુલતો પુલ તૂટવાના કારણે મોટા પ્રમાણમાં લોકોની જાનહાનિ થયેલ છે જેથી કરીને સરકારી તંત્ર દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એકતા યાત્રાનું આયોજન પણ રદ કરવામાં આવ્યું છે.