મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં ઓરેવા ટ્રસ્ટે બેસતા વર્ષે ખુલ્લા મુકાયેલ ઝૂલતા પુલ છઠ્ઠના દિવસે બન્યો કાળમુખો


SHARE





મોરબીમાં ઓરેવા ટ્રસ્ટે બેસતા વર્ષે ખુલ્લા મુકાયેલ ઝૂલતા પુલ છઠ્ઠના દિવસે બન્યો કાળમુખો

ભારતમાં જે જ ઝૂલતા પુલ છે તેમાં એક લક્ષ્મણ ઝુલા અને બીજો મોરબીનો ઝુલતો પુલ હતો અને આપુલનું રિનોવેશન કરીને નવા વર્ષના પહેલા દિવસે જ આ ઝૂલતા પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જો કે, માત્ર પાંચ દિવસમાં રવિવારની સાંજે જયારે ૪૦૦ થી વધુ લોકો આ પુલ ઉપર હતા ત્યારે અચાનક જ આ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને નિર્દોષ આનંદ લેવા માટે પરિવાર સાથે આવેલા લોકો માટે આ પુલ કાલમુખો બની રહ્યો હતો તે હકકીત છે.

મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ગત માર્ચ માહિનામાં મોરબીના ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ હતી અને ૧૫ વર્ષ સુધી આ પુલની તમામ જવાબદારી સાથે આ પુલ ટ્રસ્ટને આપવામાં આવ્યો હતી જેથી કરીને  જર્જરીત ઝૂલતા પુલને રીપેર કરવા માટે છેલ્લા સાત મહિનાથી બંધ કરવામાં આવેલ હતો જો કે, બેસતા વર્ષે જ આ રીપેરીંગ કામ પૂરું થયેલ હોવાથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલ હતો અને દરરોજ સરેરાશ ત્રણ હજાર જેટલા લોકો છેલ્લા પાંચ દિવસમાં આ પુલ ઉપર આવેલ હતા અને છઠ્ઠના દિવસે સાંજના સાડા છ વાગ્યે ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને આ પુલ ઉપર પરિવાર સાથે હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી ૧૩૦ થી વધુ લોકો માટે આ પુલ કામુખો સાબિત થયો છે અને સાંજે સાત વાગ્યે બનેલ દુર્ઘટના પછી નદીમાં પડી ગયેલા લોકોની લાશોને બહાર કાઢવા માટેની કામગીરી બીજા દિવસે સવાર સુધી કરવામાં આવી તો પણ હજુ નદીમાંથી લાશો નીકળે છે જેથી લોકોનો મૃત્યુ આંક હજુ પણ વધે તેવી શક્યતા છે.




Latest News