મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે દર્દીઓને તમામ પ્રકારની સારવાર વિનામૂલ્ય આપવાની કરી જાહેરાત : આમ આદમી પાર્ટીની આજે કેન્ડલ માર્ચ


SHARE





મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે દર્દીઓને તમામ પ્રકારની સારવાર વિનામૂલ્ય આપવાની કરી જાહેરાત : આમ આદમી પાર્ટીની આજે કેન્ડલ માર્ચ

મોરબીમાં રીનોવેશન કર્યા બાદ બેસતા વર્ષના દિવસે જુલતો પુલ શરૂ કરવામાં આવ્યો હતો અને તેના છઠ્ઠા દિવસે એટલે કે ગઈકાલે તા.૩૦-૧૦ ના રોજ સાંજે સાડા છ વાગ્યે ઉપરોક્ત ગોજારી અકસ્માત ઘટના બની જેમાં અનેક લોકો હતભાગી બન્યા છે ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ પોતાની રીતે મદદ કરી રહી છે દરમિયાનમાં મોરબીની જાણીતી ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા માનવતા મેકાવતી જાહેરાત કરવામાં આવી છે અને તેમાં તમામ પ્રકારના દર્દીઓને તેમની હોસ્પિટલની અંદર એક્સરે, સીટી સ્કેન, રિપોર્ટ, દવા અને અન્ય સારવાર વિનામૂલ્ય કરી આપવામાં આવશે તેવી કાબિલે દાગ જાહેરાત કરવામાં આવી છે.

મોરબી ઝુલતાપુલની દુર્ઘટના અત્યંત ગંભીર અને દુઃખદાયક છે અને આ દુર્ઘટનામાં ઇજા પામેલ તમામ દર્દીઓની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક્સરે, સી.ટી. સ્કેન, રિપોર્ટ્સ, દવાઓ તેમજ સંપૂર્ણ સારવાર ફ્રી માં આપેલ છે અને હજુ જે દર્દીઓને ઓપરેશન તેમજ વધુ સારવારની જરૂર છે તે તમામ દર્દીઓને સંપૂર્ણ સારવાર તેમજ તમામ ઓપરેશનો ફ્રી માં કરી આપવામાં આવશે તેવી જાહેરાત ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડો.વિનોદભાઇ પટેલ દ્રાર કરવામાં આવેલ છે.

ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં મૂર્ત પામેલ દિવંગત આત્માની શાંતિ માટે આપ દ્રારા કેન્ડલ માર્ચ

ગઈકાલે મોરબીમાં ઝૂલતા પુલ ટૂટી પડવાની ઘટના બની જેમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતક આત્માઓને મોક્ષ મળે તે અર્થે આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા દ્વારા આજે તા.૩૧-૧૦ ને સોમવારે સાંજે ૬ વાગ્યે નગરદરવાજા થી ઝૂલતા પુલ સુધી કેન્ડલ માર્ચ રાખેલ છે તેમા જોડાવા નારગીરોને આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાએ અપિલ કરેલ છે.




Latest News