ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

ઝુલતો પુલ તૂટતા ફાઇનલ ૧૩૪ ના મોત, તંત્રએ ૨૦૦થી વધુ લોકોને બચાવ્યા: કાલે નરેન્દ્ર મોદી મોરબીમાં


SHARE











ઝુલતો પુલ તૂટતા ફાઇનલ ૧૩૪ ના મોત, તંત્રએ ૨૦૦થી વધુ લોકોને બચાવ્યા: કાલે નરેન્દ્ર મોદી મોરબીમાં

મોરબીમાં ઝુલતો પુલની દુર્ઘટનાની જાણ કરવામાં આવતાની સાથે જ તંત્ર કામે લાગી ગયું હતું અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહએ પણ ઘટના માટે શોકની લાગણી વ્યક્ત કરી હતી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મોરબી આવી ગયા હતા અને વહિવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહીને બચાવ રાહતની કામગીરી તાબડતોબ શરૂ કરવામાં આવી હતી તો પણ આ દુર્ઘટનામાં ૧૩૨ લોકોના મોત થયેલ છે અને ૨૦૦ થી વધુ લોકોને બચાવવામાં આવેલ છે જો કે, મંગળવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં આવી રહ્યા છે

મોરબી તા ૩૦ ના રોજ સાંજે સાડા છ વાગ્યે શહેરમાં મચ્છુ નદી ઉપર સહેલાણીઓ માટે ચાલીને ફરવા જવા માટેનો ઝૂલતો પુલ કે જે દરબારગઢ અને એલ.ઇ. કોલેજની વચ્ચે આવેલ તે પુલ તૂટી ગયેલ હતી જેમાં સહેલાણીઓ મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગયેલ હોવાના સમાચાર મળતાં પ્રધાનમંત્રીએ દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. ઉપરાંત દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી દ્વારા વહીવટીતંત્રને તાત્કાલિક આદેશો કરતાં જામનગરથી એસડીઆરએફની બે પ્લાટૂન, વડોદરાથી એસડીઆરએફની 3 પ્લાટૂન, રાજકોટથી એસડીઆરએફની 3 પ્લાટુન, રાજકોટ ફાયર બ્રિગેડની ૭ ટીમ ૧૦ બોટો સાથે તેમજ ૧૦૮ ની ૪૫ થી વધુ એમ્બ્યુલન્સો અને અન્ય નજીકના સ્થળની તમામ એમ્બ્યુલન્સ વાનોને તથા એરફોર્સ જામનગરથી ગરૂડ કમાન્ડો ૧ ટીમ તથા ભુજ અને સુરેન્દ્રનગરથી આર્મીની બે કોલમ, તેમજ આર્મીના ૮ ડૉક્ટર્સ અને પેરા મેડીકલ ટીમ, ગાંધીનગરથી બે ને તથા વડોદરાથી ૩ એનડીઆરેફની ટીમ રવાના કરવામાં આવેલ તેમજ કોસ્ટ ગાર્ડની બે ટીમ, આર્મીની અને નેવીની બે ટીમ અને આરએએફની ટીમો, ઉપરાંત અન્ય નજીકના જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડની ટીમો સાધનો સાથે ઘટના સ્થળ પર પહોચી તાત્કાલિક રેસ્ક્યુની કામગીરીમાં જોડાયેલ હતા.

 

સોમવાર સાંજ સુધીમાં ૧૩૪ ડેડબોડી મળી આવેલ છે. જે પૈકી તમામ ૧૩૪ મૃતદેહોને તમામ વહિવટી પ્રક્રિયા પૂર્ણ કરી તેઓના સગા-સંબધીઓને સોપવામાં આવેલ છે. હાલ સુધીમાં ૧ વ્યક્તિઓ મિસિંગ હોવાના સમાચાર સંબધીઓ તરફથી મળેલ છે. અત્યાર સુધીમાં કુલ ૧૧ લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે જે પૈકી ૦૬ ઇજાગ્રસ્તોને સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ છે અને ૫ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત ૨ લોકોને વધુ સારવારઅર્થે રાજકોટમાં સિફ્ટ કરવામાં આવેલ છે. આ ગોઝારી દુર્ઘટના બાદ મોરબીની ક્રિષ્ના, આયુષ, સમર્પણ, શિવમ, સદ્દભાવના અને નક્ષત્ર હોસ્પિટલો ઉપરાંત મોરબીની લગભગ તમામ ખાનગી હોસ્પિટલો દ્વારા રાહત અને બચાવની કામગીરીમાં નિઃશુલ્ક સેવા-સારવાર આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરી પાડ્યું છે. મોરબીના મોટાભાગના ખાનગી ડૉક્ટર્સ દ્વારા સમગ્ર રાત્રી દરમિયાન હોસ્પિટલમાં હાજર રહીને ખડેપગે ઇજાગ્રસ્તોને સારવાર આપી વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ રાહત અને બચાવની કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.

રાત્રી દરમ્યાન ચાલેલા રેસ્કયુ ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ ૨૦૦ થી વધુ લોકોને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી તથા ગૃહ અને મહેસુલ મંત્રીએ તાકીદે ઘટના સ્થળની મુલાકાત લઈ, સીવીલ હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. સમગ્ર દુર્ઘટના બાદ મોરબીની જનતા તેમજ સ્વયંસેવી સંસ્થાઓએ રાહત અને બચાવની કામગીરીમાં જોડાઇને સેવાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ મોરબીમાં જ રાત્રી રોકાણકરી રૂબરૂ ઉપસ્થિત રહી રેસ્ક્યુ ઓપરેશન અને બચાવ કામગીરી કરનાર ટીમોને માર્ગદર્શન પૂરુ પાડી દિશાસૂચનો કર્યા હતા. મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાંથી બનેલ દુર્ઘટનાને કારણે મૃત્યુ પામેલના પરિવારને રૂપિયા ૪ લાખ તથા ઈજાગ્રસ્ત થયેલા લોકો માટે ૫૦ હજારની સહાયની રકમ જાહેર કરવામાં આવેલ છે. તેમજ પ્રધાનમંત્રી દ્વારા પ્રધાનમંત્રી રાહતફંડમાંથી બનેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ માટે બે લાખની રકમ જાહેર કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી દ્વારા મોરબી સસ્પેન્શન બ્રીજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવેલ છે. અને મંગળવારે મોરબીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને ઘટના સ્થળની પણ તેઓ મુલાકાત લેશે તેવું જાણવા મળી રહ્યું છે






Latest News