મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જુલતા પુલની દુર્ઘટનાને પગલે સીરામીક એસોસિયેશન, ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન, પેપરમિલ તેમજ પોલીપેક એસોસીએશનોએ આજે બંધ પાડ્યો


SHARE









મોરબી જુલતા પુલની દુર્ઘટનાને પગલે સીરામીક એસોસિયેશન, ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન, પેપરમિલ તેમજ પોલીપેક એસોસીએશનોએ આજે બંધ પાડ્યો

મોરબીમાં બનેલ ગોઝારી ઝુલતા પુલ દુર્ઘટનાને પગલે સમગ્ર મોરબી જ્યારે શોકમગ્ન છે.ત્યારે મોરબીના વિવિધ એસોસિયેશનોએ આજે બનાવને પગલે શોક પાડીને મોતનો મલાજો જાળવ્યો હતો. જેમાં મોરબીના સીરામીક એસોસિયેશન, ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન, પેપર મીલ એસોસિએશન અને પોલીપેક એસોસિએશન સહિતના એસોસિએશન દ્વારા ગોજારી ઘટનાને પગલે એક દિવસ માટે લોડિંગ અનલોડીંગ અને ડિસ્પેચ સહિતની તમામ પ્રક્રિયાઓ બંધ કરવામાં આવી હતી અને બંધ પાડીને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપીને જે પરિવારો ઉપર આ દુર્ઘટના આવી પડી છે તેવા લોકોને ઈશ્વર આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

મોરબીમાં સર્જાયેલી જુલતા પુલ હોનારતને પગલે સમગ્ર મોરબી શોકમાં ગરકાવ છે અને લોકોની આંખોના આંસુ અટકતા નથી તેમજ શહેરમાં અનેક વિસ્તારોમાં અર્થીઓ ઉઠી હતી ત્યારે મોરબી દુર્ઘટનાને પગલે મોરબીના સીરામીક એસોસિયેશન, ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન, પેપર મીલ એસોસિએશન અને પોલીપેક એસોસિએશન સહિતના એસોસિએશન દ્વારા ગોજારી ઘટનાને પગલે એક દિવસ માટે લોડિંગ અનલોડીંગ અને ડિસ્પેચ સહિતની તમામ પ્રક્રિયાઓ બંધ કરવામાં આવી હતી અને બંધ પાડીને શોક પ્રગટ કરવામાં આવ્યો હતો.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને પગલે સમગ્ર મોરબી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે રવિવારે દુર્ઘટના બાદ સોમવારે મોરબીની મુખ્ય બજારો વેપારી એસો. અને વેપારીઓ દ્રારા બંધ રાખવામાં આવી હતી તો મોરબીનો સિરામિક ઉધોગ તેમજ ટ્રાન્સપોર્ટ એસો. આજે મંગળવારે એક દિવસ બંધ પાળશે.મોરબીમાં સર્જાયેલી પુલ હોનારતથી સમગ્ર મોરબી હતપ્રત બન્યું છે રવિવારે સાંજથી સોમવારે સવાર સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યા બાદ સતત મૃત્યુ આંક વધતો ગયો હતો અને મૃતદેહોના ઢગલા જોઇને મોરબી હિબકે ચડ્યું હતું અને સોમવારે અનેક સ્થળોએ એકી સાથે પરિવારના અનેક સભ્યોની અર્થી-જનાજા ઉઠતા કોણ કોને સહારો આપે અને કોને આશ્વાસન આપે તેવા દ્રશ્યો સર્જાયા હતા અને આખું મોરબી આજે ફરી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું હતું.

જે દુર્ઘટનાને પગલે મોરબી સિરામિક એસો દ્વારા આવતીકાલે બંધનું એલાન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના સિરામિક એકમો મંગળવારે એક દિવસ ડીસ્પેચ અને લોડીંગ કામગીરી બંધ રાખશે જ્યારે મોરબી ટ્રાન્સપોર્ટ એસોસીએશન પણ બંધમાં જોડાશે અને મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરશે.મોરબી દુર્ઘટનાને પગલે અગાઉ મોરબી સિરામિક ઉદ્યોગ તેમજ ટ્રાન્સપોર્ટ એસો દ્વારા મંગળવારે બંધ પાળવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે ઉપરાંત મોરબી પેપરમિલ એસો પણ બંધમાં જોડાયું હતું ત્યારે હવે મોરબી (સૌરાષ્ટ્ર) પોલીપેક એસો દ્વારા મંગળવારે બંધ રાખવામાં આવશે જેમાં આવતીકાલે સવારે બે મિનીટ મૌન પાળીને એક દિવસ અનલોડીંગ તેમજ ડીસ્પેચ બંધ રાખવાનો એસો દ્વારા નિર્ણય કરાયો છે.






Latest News