મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના એક જ પરિવારના ત્રણ કંધોતરના ગોજારી ઘટનામાં થયા કમોત


SHARE





મોરબીના એક જ પરિવારના ત્રણ કંધોતરના ગોજારી ઘટનામાં થયા કમોત

મોરબીના સામાંકાંઠે નઝરબાગ રેલ્વે સ્ટેશન પાછળ ગાંધી સોસાયટીની બાજુમાં આવેલ બૌદ્ધનગરમાં રહેતા અને મજૂરી કરીને પેટીયું રળતા રાજેશભાઇ મૂછડિયાના ત્રણ પુત્રો ચિરાગભાઈ રાજેશભાઇ મૂછડિયા (ઉ.વ.૨૦), ધાર્મિક રાજેશભાઈ મૂછડિયા (ઉ.વ.૧૮) અને ચેતન રાજેશભાઇ મૂછડિયા (ઉ.વ.૧૬) એમ ત્રણને એકીસાથે મોત બોલાવતું હોય તેમ ત્રણેય સગા ભાઈ ઝૂલતાપૂલે ફરવા ગયા હતા. ત્યારે આ પુલ તૂટતા ત્રણેય ભાઈઓ સૌની સાથે નીચે નદીમાં ખબકયા હતા અને ત્રણેય ભાઈઓના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.બીજી બાજુ પુત્રો મોડે સુધી ઘરે પરત ન આવતા અને પુલ તૂટ્યાની જાણ થતાં તેના માતા-પિતા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ મચ્છુ નદીમાંથી વારાફરતી ત્રણેય પુત્રોની લાશ હાથ લાગતા જ માતા-પિતાના આક્રંદે વાતાવરણને ગમગીન કરી મૂક્યું હતું. જો કે મોટા બે પુત્રો ચિરાગ અને ધાર્મિક ઇલેક્ટ્રિકનું કામ શીખીને પગભર થવાની મહેનત કરતા હતા.જ્યારે સૌથી નાનો પુત્ર ચેતન ધો.૧૦ માં ભણતો હતો. આમ એક જ પરિવારમાંથી ત્રણ કંધોતરના મોત નીપજતા સમગ્ર મુછળીયા પરિવાર શોકમગ્ન બની ગયો હતો.




Latest News