મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં નિર્દોષોના મોત માટે જવાબદાર નગરપાલિકાના અઘિકારી અને પદાધિકારી અને કંપનીના માલિક સામે ફરિયાદ નોંધો : મહેશ રાજ્યગુરુ


SHARE





મોરબીમાં નિર્દોષોના મોત માટે જવાબદાર નગરપાલિકાના અઘિકારી અને પદાધિકારી અને કંપનીના માલિક સામે ફરિયાદ નોંધો : મહેશ રાજ્યગુરુ

મોરબી ભાજપ શાસિત નગરપાલિકા અને ઓરેવા ટ્રસ્ટની બેદરકારીના લીધે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોય તેવું લાગી રહ્યું છે.તા.૩૦ રવિવારના સાંજના સમયે અચાનક જૂલતા પૂલ તૂટવાના કારણે સેંકડો લોકો મોતને ભેટયા છે ત્યારે જવાબદાર અધિકારી અને ભાજપ શાસિત નગરપાલિકાના પદાધિકારી અને અઘિકારીઓને આમાં સીધા જવાબદાર છે ત્યારે આ ઘટનાના જવાબદાર લોકોને સરકાર છાવરવા માંગતી હોય તેમ લાગી રહ્યું છે તેઓ આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવેલ છે.

સરકાર જો જવાબદારોને છાવરવા માંગતી ન હોય તો આ જવાબદાર ઓરેવા ટ્રસ્ટ, પાલિકાના પદાધિકારી અને અઘિકારી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે કારણ પાલિકા એટલા માટે જવાબદાર છે કે ઝૂલતો પૂલ કંપનીને આપવાનો જે કરાર થયેલ છે તેમાં સહી કરનાર ચીફ ઓફિસર અને પદાધિકારીઓએ નિયમ બનાવી નિયમ મુજબ ચલાવવાનો કરાર કરવામાં આવેલ છે તેમાં તમામ જવાબદાર પદાધિકારીએ સહી સિક્કા કરેલ છે સાથે ચીફ ઓફિસરના પણ સહી સિક્કા છે પણ જે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમા બેદરકારી દર્શાવનારના નામ નથી તો કરાર કરનાર તમામના ફરિયાદમાં નામ દાખલ કરવા જોઇએ તેમ જણાવેલ છે.મળતી માહિતી મુજબ ફરિયાદમાં કયાય નગર પાલિકાના અઘિકારી કે પદાધિકારી કે કંપનીના માલિકના નામ ફરિયાદમાં લખવામાં આવેલ નથી તો શું આ બઘાને સરકાર છાવરવા માંગે છે ?

પાલિકાના જવાબદાર લોકો આ ગોઝારી ઘટનામાં દોષીતો કેહવાય કેમ કે મોરબી નગરપાલિકાએ અને ઓરેવા કંપની સાથે કરાર કરેલ અને કરારમાં પાલિકાના ચીફ ઓફિસર અને પદાધિકારીઓએ સહી સિક્કા કરી આ આ પૂલ સોંપવામાં આવેલ છે તો પૂલ ચાલુ થયો તે પાલિકાને ખબર જ ન હોય તેવું માનવું  કેટલી અંસે વ્યાજબી છે ? ભાજપ શાસિત નગરપાલિકા અને કલેક્ટર એ આ જુલતાપુલ તૂટવાની જવાબદારી લેવી જોઈએ.નગરપાલિકા અને કંપનીની બેદરકારીને કારણે આ ઘટના બની હોય તેવી વાતો જણાવવા મળે છે અને  નિર્દોષ લોકોએ પોતાના જાન ગુમાવેલ છે ત્યારે આ બાબતે પ્રજાના ન્યાયના હિતમાં પાલિકાના કરારમાં સહી કરનાર અને આ ઘટના સાથે  સંકળાયેલ બેજવાબદાર લોકો જે કોઇ હોય તેમની જવાબદારી બનતી હોય તેની સામે તાત્કાલિક અસરથી કડકમાં કડક  કાર્યવાહી કરવી જોઈએ અને હાઇકોર્ટના જજની રાહબરીમાં તપાસ કરવામાં આવે તો જ સત્યતા બહાર આવશે એવું લોકો માની રહ્યા છે ત્યારે ગંભીરતાથી સત્યતા બહાર લાવવા તમામ પ્રયત્નો કરી જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ કરી આવી ઘટના ફરી ન બને તેવો દાખલો બેસાડવો જોઈએ. તેવી મોરબી જિલ્લાની પ્રજાની લાગણી અને માંગણી છે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરુએ જણાવે છે.




Latest News