મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી પુલ હોનારતની સુપ્રીમમાં જયુડીશીયલ તપાસની માંગ : માનવ સર્જીત દુર્ઘટના: : સતાવાળાઓની ઘોર બેદરકારી


SHARE









મોરબી પુલ હોનારતની સુપ્રીમમાં જયુડીશીયલ તપાસની  માંગ : માનવ સર્જીત દુર્ઘટના: : સતાવાળાઓની ઘોર બેદરકારી

મોરબીમાં રવિવારે સર્જાયેલી પુલ-હોનારત તથા 135 થી વધુ લોકોના મોત પર હવે સર્વોચ્ચ અદાલતમાં એક જાહેર હિતની અરજીમાં હવે સુપ્રીમકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિના અધ્યક્ષપદ હેઠળ ન્યાયીક તપાસની માંગ કરવામાં આવી છે.સીનીયર ધારાશાસ્ત્રી દ્વારા જાહેર હિતની અરજી સર્વોચ્ચ અદાલતના મોનેટરીંગ હેઠળ સુપ્રીમના નિવૃત ન્યાયમૂર્તિની તપાસ કમીટી રચી જવાબદારી નિશ્ચીત કરવી જરૂરી

એક ધારાશાસ્ત્રી-શ્યામ તિવારી દ્વારા કરાયેલી આ રીટમાં મોરબી દુર્ઘટના પુર્ણ રીતે માનવ સર્જીત અને સતાવાળાઓની બેકાળજી-બેજવાબદારી તથા ફરજ પાલનમાં ક્ષતિ હોવાનું જણાવીને 135 મોત માટે જવાબદાર લોકો સામે આકરા પગલા માટે સર્વોચ્ચ અદાલતના મોનેટરીંગ હેઠળ જયુડીશીયલ તપાસની માંગણી કરી છે. આ રીટમાં જણાવ્યું છે કે પુલ કોઈ ફીટનેસ સર્ટીફીકેટ વગર જ ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. ઉપરાંત સદી જુના આ પુલ પર આવાગમન માટે જે નિયમો સહિતની પ્રક્રિયા હોવી જોઈએ તેનું પાલન કરવામાં આવ્યું નથી. જે માટે પણ જવાબદારી નિશ્ચીત કરવાની માંગ થઈ છે.

વ્યાપક અવરજવર ધરાવતા સહેલાણી સ્થળો સહિતના રાજયના તમામ જૂના સ્મારકો-પુલોની પણ સલામતી ટેસ્ટ જરૂરી: હવે સુપ્રીમ પર નજર

આ ઉપરાંત રીટ અરજીમાં રાજયના આ પ્રકારના પ્રાચીન સ્મારકો, પુલો વિ.ના ફીટનેસ વિ. માટે ચકાસણી કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ કમીટી રાજય સરકાર રચે અને તેના ઉપયોગ અંગે નિયમીત વ્યવસ્થા ગોઠવે જેથી આ પ્રકારની દુર્ઘટનાઓ અટકાવી શકાશે. આ રીટમાં ફકત ગુજરાત જ નહી. દેશભરમાં જૂના પુલો, સ્મારકો જયાં લોકોની વ્યાપક અવરજવર રહેતી હોય તેની તમામની સુરક્ષા અને ફીટનેસની દ્રષ્ટિએ ચકાસણી થાય તે માટે તમામ રાજયોને આદેશ આપવા માંગણી કરી છે. મોરબી દુર્ઘટના માટે સ્થાનિક સતાવાળાઓની બેદરકારી અને જવાબદારી નિશ્ચીત કરવાની માંગ સાથે કરાયેલી આ રીટ પર હવે સુપ્રીમ સુનાવણી કરે છે કે કેમ તેના પર સૌની નજર છે.






Latest News