મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

કેવી કરૂણતા : મોરબી ઝુલતાપુલ : ચાર લાખની સહાય સ્વીકારે તે પહેલા પતિ પણ અનંતની યાત્રાએ


SHARE





કેવી કરૂણતા : મોરબી ઝુલતાપુલ : ચાર લાખની સહાય સ્વીકારે તે પહેલા પતિ પણ અનંતની યાત્રાએ

મોરબીની ઝુલતાપુલ દુર્ઘટનામાં 135 વ્યકિત ઓના મોતે થતા દેશેભરમાં હાહાકાર મચી જવા પામેલ છે. જેમાં રાજકોટ જિલ્લાની 13 વ્યકિતઓનો ભોગ લેવાયો છે. આ ઘટનાએ ભારે કરૂણાંતિકા સર્જી દીધી છે.આ કરૂણાંતિકામાં મરનાર હતભાગીઓના વારસદારો માટે મુખ્યમંત્રીના રાહત ફંડ માંથી 4-4 લાખ અને વડાપ્રધાન રાહતફંડ માંથી 2-2 લાખની સહાય જાહેર કરાયેલ જે માંથી મુખ્યમંત્રી રાહત ફંડની 4-4 લાખની સહાય ગઈકાલે સાંજે જ મરનારના વારસદારોને ચુકવી દેવામાં આવી છે. જેમાં વધુ એક કરૂણ ઘટના ઘટી છે.

જેમા મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં રાજકોટ જિલ્લાના મૃત્યુઆંકનો આંકડો ગઈકાલે 12 નો બહાર આવ્યો હતો આ 12 વ્યકિતઓના વારસદારોના નામથી મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી મોરબી જિલ્લા કલેકટરની સહીથી ગઈ કાલેજ ચેક ઈશ્યુ કરી દેવામાં આવેલ આ એક મૃતકોના વારસદારોને પહોંચાડવાની જવાબદારી મહેસુલી કર્મચારીઓને સોંપાયેલ હતી અને આ ચેક સાંજના 5 વાગ્યા સુધી મૃતકોના વારસદારોને પહોંચાડી દેવા જણાવાયેલ હતું.

આ દુર્ઘટનામાં શહેરની રાજકોટની અંબિકા ટાઉન શીપમાં મીરાબેન ઝાલાવડીયા મૃત્યુ પામેલ હોય તેમના વારસદાર તરીકે તેમના પતિ હર્ષભાઈ ઝાલાવડીયાના નામનો ચેક ઈશ્યુ કરાયો હતો. આ ચેક લઈને રેવન્યુ કર્મચારી હર્ષભાઈ ઝાલાવડીયાને આપવા જતાં હર્ષભાઈ ઝાલાવડીયાનું પણ દોશી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાના સમાચાર મળતા મહેસુલી કર્મચારીને પરત ફરવું પડયું હતું અને ચેક હવે તેમના પિતાના નામનો કઢાવા માટે ફરી મોરબી જિલ્લા કલેકટરને મોકલવામાં આવેલ છે આ દંપતીના હજુ ત્રણ માસ પહેલા જ લગ્ન થયાનું ખુલ્યું છે. મોરબીની આ દુર્ઘટનામાં રાજકોટ જિલ્લાના મોતને ભેટેલા 13 હતભાગીઓના વારસ દારોને ચેક આપવા માટે મહેસુલી કર્મચારીઓ તેઓના ઘેર જતા કર્મચારીઓ કરૂણતા જોઈ ભાવુક બની ગયા હતાં.




Latest News