મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની ઝુલતા પુલ દુર્ઘટના બાદ વહીવટી તંત્રે લીધો મહત્વનો નિર્ણય


SHARE





મોરબીની ઝુલતા પુલ દુર્ઘટના બાદ વહીવટી તંત્રે લીધો મહત્વનો નિર્ણય

મોરબીના ઐતિહાસિક ઝુલતા પુલ તૂટી પડતા અને તેમાં અનેક લોકોના મૃત્યુ થતા સરકાર સફાળી જાગી છે અને દ્વારકા સહિત અમદાવાદ સહિતના આવા બ્રીજ પર નિયંત્રણો લાદી દીધા છે જેના ભાગ રૂપે અમદાવાદમાં પણ તાજેતરમાં નિર્માણ પામેલા અટલ ફુટ બ્રીજ પર સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ દ્વારા એક સાથે અનેક લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

જેના પગલે હવે મર્યાદીત સંખ્યામાં પ્રવાસીઓ અટલબ્રિજ પર જઈ શકશે એટલે કે દર કલાકે 3 હજાર લોકો જ આ બ્રિજ પર જઈ શકશે. સોમવાર સાંજથી જ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોરબીમાં ઝુલતા પુલ તૂટી પડવાની અને તેમાં 134થી વધુ લોકોની મૃત્યુ પામવાની ઘટના છતાં રવિવારે સાંજે અટલબ્રિજ પર હજારો લોકો ઉમટી પડયા હતા

અને ફુટ ઓવર બ્રીજ પર વચ્ચેના ભાગે લગાવવામાં આવેલ કાચ પર ભય વિના લોકો ફોટા પડાવી રહ્યા હતા. કાચની રેલીંગ પાસે પણ સેલ્ફી લઈ રહ્યા હતા. મોરબી જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ દ્વારા આ ફુટ ઓવર બ્રીજ પર એક સાથે વધુ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે.




Latest News