મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી સબ જેલ ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીને રાખી જુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઇ


SHARE









મોરબી સબ જેલ ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીને રાખી જુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અપાઇ

મોરબી શહેરમાં આવેલી મચ્ચુ નદી કે જે મોરબીની વચ્ચો વચ્ચ નિકળે છે આ મોરબી શહેરના બન્ને કાઠાંઓને જોડતો રાજાશાહી વખતનો આશરે ૧૪૦ વર્ષ પહેલા એક ઝુલતો પુલ બનાવવામાં આવેલ હતો આ પુલ ગઇ તા.૩૦-૧૦ ના રોજ તુટી ગયો હતો.મોરબીની આ ગોઝારી ઘટનાને લઈ ગમગીની છવાઈ ગયેલ છે.બનેલ દુર્ધટનામાં દિવંગત આત્માઓને આદર ચિન્હ તરીકે સમગ્ર રાજ્યમાં શોક જાહેર કરવામાં આવેલ છે આ દિવસ નિમિતે મોરબી સબ જેલ ખાતે પરમ પિતા બ્રહ્મકુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય-મોરબી સાથે મોરબી સબ જેલના અધિક્ષક કે.એસ.પટણી તથા સબ જેલર એ.આર.હાલપરા સાથે જેલ સ્ટાફ તેમજ જેલમાં રહેલા અંતેવાસીઓ દ્રારા રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવેલ તેમજ દુર્ધટના દિવંતગ આત્માઓને શાંતી મળે તે માટે બે મિનિટ મૌન રાખવામાં આવેલ હતુ તથા પ્રાર્થના સભા કરવામાં આવેલ અને પ્રજા પિતા બ્રહ્મ કુમારી ઇશ્વરીય વિશ્વ વિધાલય મોરબી દ્રારા જેલમાં રહેલા અંતેવાસીઓના જીવનમાં પરિવર્તન આવે તેવા વિચારો વ્યક્ત કરી મોરબી સબ જેલના અધિક્ષક પટણી દ્રારા દુર્ધટનામાં દિવંગત આત્માઓને ભગવાન શાંતી આપે તેવી પ્રાર્થના સાથે કાર્યક્ર્મનું સમાપન કરવામાં આવ્યુ હતુ.




Latest News