મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો ત્યારે પુલ ઉપર કેટલા સહેલાણી હતા ?


SHARE









મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો ત્યારે પુલ ઉપર કેટલા સહેલાણી હતા ?

મોરબીનો ઝુલતો પુલ રવિવારે સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ધડાકાભેર તૂટી પડ્યો હતો અને લોકોમાં નાશ ભાગ મચી ગઈ હતી તેમજ લોકોના હૈયાફાટ રૂદન અને આક્રદના દ્રશ્યો મચ્છુ નદીના પટમાં સર્જાયા હતા કારણ કે, કોઈએ પોતાનો દીકરો, કોઈએ પોતાની બહેન, કોઈએ પોતાના સંતાનો, કોઈએ પોતાના ભાઇ-બહેન, કોઈએ પોતાના માતા પિતા ગુમાવ્યા હતા જેથી કરીને લોકો નોંધારા બની ગયા હતા અને કોઈપણ પ્રકારની સહાય આવે ત્યાં સુધી તેમની નજર સામે પોતાના સ્વજનોને મચ્છુ નદીના પાણીમાં ડૂબતા જોવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, ખરેખર ઝુલતો પુલ જ્યારે તુટ્યો ત્યારે ત્યાં ઝુલતા પુલ ઉપર કેટલા લોકો હતા આ બાબતને લઈને તપાસ કરતા ડીવાયએસપી ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ૩૫૦ થી ૪૦૦ જેટલા લોકો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બની ત્યારે ત્યાં ઝુલતા પુલ ઉપર હાજર હતા જોકે જે ભાગ હેંગિંગ થાય છે ત્યાં અંદાજે ૩૦૦ જેટલા લોકો હોવાની માહિતી હાલમાં મળી રહી છે પરંતુ ચોક્કસપણે ત્યાં કેટલા લોકો હતા તેના નજીકના આંકડા સુધી પહોંચી શકાય તેના માટે ટેકનિકલ ટીમ અને અન્ય તમામ ટીમો દ્વારા જુદી જુદી રીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે




Latest News