મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે વેલકમ પ્રાઇડના ફલેટમાંથી ચોકીદાર સાથે મળીને ૫.૯૦ લાખના મુદામાલની ચોરી


SHARE









મોરબીના રવાપર ગામે વેલકમ પ્રાઇડના ફલેટમાંથી ચોકીદાર સાથે મળીને ૫.૯૦ લાખના મુદામાલની ચોરી

મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ વેલકમ પ્રાઇડના ફલેટ નંબર સી ૯૦૧ માં રહેતા યુવાનના ઘરને ચોકીદાર અને તેની સાથે આવેલા શખ્સોએ નિશાન બનાવેલ છે અને સોના ટમેજ ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળીને ઘરમાંથી કુલ ૫,૯૦,૦૦૦ ના મુદામાલની આરોપીઓએ ચોરી કરેલ છે જેથી કરીને યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રવાપર ધુનડા રોડ ઉપર આવેલ વેલકમ પ્રાઇડના સી ૯૦૧ માં રહેતા ર્ડો. અલ્કેશ નાગરભાઇ પારેજીયા જાતે પટેલ (૪૫)એ હાલમાં વેલકમ પ્રાઇડના સી-બ્લોકના બહાદુર વોચમેન જૈદાન લુવાર માનસીંગ પુનકા રહે. સાની ત્રીવેણી ગાંવપાલીકા, કાલીકોટ ઉર્ફે જગત બહાદુર તથા તેની સાથેના બે અજાણ્યા માણસોએ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૨૬/૧૦ ના રાત્રીના ૨:૫૨ થી ૪:૧૦ વાગ્યાના સમય ગાળામાં આરોપીઓ દ્વારા ચોરી કરવામાં આવી છે અને આરોપી બહાદુર વોચમેન જૈદાન લુવાર માનસીંગ પુનકા અને અન્ય અજાણ્યા બે ઇસમોને બોલાવી રહેણાંક એપાર્ટમેન્ટના ફલેટ નંબર સી ૯૦૧ ઉપરના ટેરેસના પાછળના દરવાજાના એલ્યુમિનીયમની બારી ખોલી રૂમમાં આવ્યા હતા અને નીચેના તથા ઉપરના રૂમના કબાટના લોકર તોડીને ગેસ્ટ રૂમમા રાખેલ રોકડા રૂપીયા ૧૮૦૦૦૦ તથા દીકરીના ગલ્લાના રૂપિયા ૧૦,૦૦૦ તથા ફરીયાદીની રોજગોલ્ડ સોનાની લકી ત્રણ તોલાની જેની કિંમત ૯૦,૦૦૦, રોજગોલ્ડ સોનાનો ચેન ચાર તોલાનો જેની કિંમત ૧,૨૦,૦૦૦, સોનાની વીટી પ ગ્રામ જેની કિંમત ૧૫,૦૦૦, સોનાનો સીકો ૧૫,૦૦૦, ચાંદીના દાગીના જેમાં બે જોડી સાંકળા ૮૦૦૦, બે ચાંદીના સીકકા ૧૦૦૦, ચાંદીની કંકાવટી ૧૦૦૦, ઉપરના માળે રૂમના કબાટમાં રાખેલ રોકડા રૂપિયા ૧૫૦૦૦૦ આમ કુલ મળીને ૫,૯૦,૦૦૦ ના મુદામાલની આરોપીઓએ ચોરી કરેલ છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરલે છે




Latest News