મોરબીમાં દુકાનમાંથી 1.80 લાખના કોપર વાયરની ચોરીના ગુનામાં બે આરોપીની 80 હજારના મુદામાલ સાથે ધરપકડ: એકની શોધખોળ મોરબીના રંગપર ગામે ઓરડીમાં યુવક-યુવતીનો સજોડે આપઘાત મોરબીના નીચી માંડલ-હળવદના સરંભડા ગામે હેવી વીજ લાઈનમાંથી વાયર તૂટવા મામલે ખેડૂતોએ કરી લેખિતમાં પોલીસ ફરિયાદ મોરબીમાં આસ્થા અને ઉમંગ સાથે ઈદે-મિલાદની ઉજવણી કરાઇ: ઝુલૂસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર મોરબી તાલુકામાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરવાના બનાવમાં ખોદયો પહાડ અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ મોરબીમાં મદની સરકારનો ભવ્ય ઉર્સ મુબારક યોજાયો: દેશ-દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારાની દુઆ મોરબીની નાની માધાણી શેરીમાં રહેતા યુવાને પોતાના જ ઘરમાં ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાની તપાસ ઓરેવા કંપનીએ પહોચી


SHARE







મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાની તપાસ ઓરેવા કંપનીએ પહોચી

મોરબીમાં ઓરેવા ગ્રૂપને જે ઝૂલતા પુલની જવાબદારી આપવામાં આવી હતી તે પુલ તૂટી પડ્યો છે જેથી કરીને આ પુલનું મેનેજમેંટ અને મેંટેનસ કરનાર એજન્સી સામે ફરિયાદ નોંધાઈ છે અને તેના આધારે પોલીસે ઓરેવા ગ્રૂપના કર્મચારીને પકડવામાં આવેલ છે અને તેને સાથે રાખીને ઓરેવા કંપની ખાતે તપાસ કરવામાં આવી હતી અને પુલ માટે પાલિકા સાથે કરવામાં આવેલા કરારના મહત્વના દસ્તાવેજી પુરાવા ત્યાંથી કબજે કરવામાં આવેલ છે તેવું જાણવા મળી રહયું છે

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી પડતાં ૧૩૫ લોકોના મોત થયેલ છે અને આ દુર્ઘટનામાં મુખ્ય જવાબદાર ગણવામાં આવતા ઓરેવા ગ્રુપના સુપીમો જયસુખભાઈ પટેલના નામનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી અને હજુ સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જો કે, જે ફરિયાદ નોંધાઈ છે તેના આધારે ઓરેવા ગ્રૂપના કર્મચારીઓને પકડવામાં આવેલ છે અને કામ કરનારા એજન્સીના માણસોને પણ પકડવામાં આવેલ છે દરમ્યાન જે ચાર આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે તે પૈકીનાં દીપકભાઈ પારેખને સાથે રાખીને તપાસનીશ અધિકારી  દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ તપાસ માટે દીપકભાઈને સાથે રાખીને અધિકારી ઓરેવા કંપનીએ પહોચ્યા હતા અને ત્યાંથી મોરબી પાલિકા સાથે કરવામાં આવેલ કરારના મહત્વના દસ્તાવેજી પુરાવા પોલીસે કબ્જે કરેલ છે તેવી માહિતી અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે 




Latest News