હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાંથી રેસ્ક્યુની કામગીરી ચાલુ રાખવી કે કેમ તેનો હવે નિર્ણય લેવાશે: જી.ટી. પંડ્યા


SHARE









મોરબીની મચ્છુ નદીમાંથી રેસ્ક્યુની કામગીરી ચાલુ રાખવી કે કેમ તેનો હવે નિર્ણય લેવાશે: જી.ટી. પંડ્યા

જુલતા પુલની દુર્ઘટના બન્યા પછી હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી એજન્સીઓ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે જોકે છેલ્લા બે દિવસમાં એક પણ ડેડ બોડી મચ્છુ નદીમાંથી મળેલ નથી અને હજુ પણ રેસક્યું ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જુદી જુદી એજન્સીના જવાબદાર અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ આ રેસ્ક્યુની કામગીરી ચાલુ રાખવી કે કેમ તેનો નિર્ણય લેવાશે તેવું મોરબી જિલ્લા કેળક્ટરે જણાવ્યું છે

ગત રવિવારના સાંજના સાડા છ વાગ્યાના અરસામાં મોરબીનો ઝુલતો પૂલ તૂટી પડ્યો હતો જેથી કરીને જુલતા પુલ ઉપર હરવા ફરવા માટે આવેલા અનેક પરિવારોમાંથી ઘણા બધા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે અને આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ મળીને ૧૩૫ લોકોના મૃત્યુ નોંધાય છે ત્યારે રાહત કમિશ્નર હર્ષદ પટેલ ઘટના સ્થળે આવ્યા હતા ત્યાર બાદ પત્રકારોને કલેકટરે માહિતી આપી હતી ત્યારે મોરબી જિલ્લાના કલેકટર જી.ટી. પંડયાએ માહિતી આપતા જણાવ્યું છે તેની સાથે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આર્મી, નેવી, એનડીઆરએફ સહિતની જે ટીમોને રેસ્ક્યુની કામગીરી કરવા માટે મોકલવામાં આવી છે તે રવિવારે રાતથી જ કામે લાગી ગઈ છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે જોકે છેલ્લા બે દિવસમાં એક પણ ડેડ બોડી મચ્છુ નદીના પાણીમાંથી મળી આવેલ નથી જેથી કરીને આર્મી, નેવી, એનડીઆરએફ સહિતની ટીમના અધિકારીની સાથે મિટિંગ કરીને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે તેને ચાલુ રાખવામા આવશે કે નહીં તે નક્કી કરવામાં આવશે




Latest News