મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી શહેર અને જીલ્લામાં ઝંડી-પતાકા હટાવી ભીત સૂત્રો ભૂસવાનું શરૂ


SHARE









મોરબી શહેર અને જીલ્લામાં ઝંડી-પતાકા હટાવી ભીત સૂત્રો ભૂસવાનું શરૂ


ગઇકાલે ચૂંટણી પંચ દ્વારા રાજયમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેથી કરીને આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગયેલ છે તેની અમલવારી મોરબી શહેર અને જીલ્લામાં શરૂ કરી દેવામાં આવી છે અને મોરબી જીલ્લામાં જુદાજુદા પક્ષના ઝંડી પતાકા હટાવવા માટેની તેમજ ભીત સૂત્રોને ભૂસવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. 

મોરબીમાં ઝુલતો પુલ તૂટ્યો તેને હજુ પાંચ દિવસ થયા છે ત્યાં રાજ્યની વિધાનસભા ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેથી કરીને ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે જેથી કરીને મોરબી જીલ્લામાં વહીવટી તંત્ર દ્વારા આચાર સંહિતાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે અને મોરબી શહેર તેમજ જિલ્લામાંથી જુદાજુદા પક્ષના ઝંડી અને પતાકા કાઢવામાં આવી રહ્યા છે અધિકારી પાસેથી મલ્ટી માહિતી મુજબ જિલ્લાભરમાં રાજકીય પક્ષોના બેનરો, સૂત્રો, હોર્ડિંગ્સ અને ઝંડીઓ ઉતારવાની કામગીરી સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મોરબી પાલિકાની જુદીજુદી ટીમો દ્વારા પરાબજાર, શનાળા રોડ, રવાપર રોડ તેમજ સામાકાંઠા વિસ્તારોમાં દરેક પક્ષના ઝંડી, બેનર, હોર્ડિંગ  અને ભીત સૂત્રોને હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.




Latest News