મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના જસમતગઢ ગામની સીમ કારખાનાના કવાર્ટરમાં યુવાને ભર્યું અંતિમ પગલું


SHARE









મોરબીના જસમતગઢ ગામની સીમ કારખાનાના કવાર્ટરમાં યુવાને ભર્યું અંતિમ પગલું

મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમ આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા મજૂરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં આવેલ વેન્ટોસા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો લીંબાભાઈ ગોરધનભાઈ ગીણાવા (૪૦) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે ગઈકાલે વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વૃદ્ધનું મોત

મોરબીમાં રહેતા દલપતભાઈ કનુભાઈ રાવલ (૬૫) ને બીમારી સબબ ગત તા ૨૭/૧૦ ના રોજ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં હતા ત્યાંથી રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમિયાન તેનું બીમારી સબબ મોત નીપજયું હતુ જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલને મારફતે આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News