મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

તું કરિયાવર કંઈ સારૂ લાવેલ નથી કહી ત્રાસ દેવામાં આવતા વાંકાનેરની પરણીતાએ પતિ સહિત સાત સામે નોંધાવી ફરિયાદ


SHARE









તું કરિયાવર કંઈ સારૂ લાવેલ નથી કહી ત્રાસ દેવામાં આવતા વાંકાનેરની પરણીતાએ પતિ સહિત સાત સામે નોંધાવી ફરિયાદ

રાજકોટના જાળીયા ગામની પરણીતાએ હાલમાં મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ મળીને સાત સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, “તું કરિયાવર કંઈ સારૂ લાવેલ નથી” તેવું કહીને અવારનવાર મેળા ટોણા મારી બોલાચાલી કરીને ગાળો આપી હતી અને તેને માર મારવામાં આવ્યો હતો આવતો હતો તેમજ મહિલાએ કરેલ કેસને પાછો ખેંચી લેવા માટે થઈને પતિ અને સસરા દ્વારા ધમકી દેવામાં આવી હતી જેથી કરીને પરણીતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે પતિ સહિતના સાતની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ રાજકોટના જાળીયા ગામની પરણીતા હાલમાં વાંકાનેરની પેડક સોસાયટીમાં તેના માવતરના ઘરે હોય આરતીબેન જીગ્નેશભાઈ ચાવડા (૨૬)એ તેના પતિ જીગ્નેશભાઈ ચાવડા, સસરા મનસુખભાઈ લક્ષ્મણભાઈ ચાવડા, સાસુ મંજુલાબેન મનસુખભાઈ ચાવડા, જેઠ જયદેવભાઈ મનસુખભાઈ ચાવડા, જેઠાણી દક્ષાબેન જયદેવભાઈ ચાવડા, નણંદ મનીષાબેન મનસુખભાઈ ચાવડા અને મમતાબેન મનસુખભાઈ ચાવડા રહે. બધા જાળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે નાની-નાની બાબતોમાં અને ઘરકામ બાબતે તેની સાથે બોલાચાલી કરી માથાકૂટ કરતા હતા તેમજ તું કરિયાવરમાં કંઈ સારું લાવેલ નથી તેવું કહીને અવારનવાર બોલાચાલી કરી ગાળો આપીને મારપીટ કરતા હતા અને તેણે કરેલ કેસ પાછો ખેંચી લેવા માટે તેના પતિ તથા સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News