ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા પાસે કાર ચાલકે હડફેટે લેતા રાહદારી આધેડનું મોત


SHARE







હળવદના કવાડિયા પાસે કાર ચાલકે હડફેટે લેતા રાહદારી આધેડનું મોત

હળવદ ધાંગધ્રા હાઇવે ઉપર આવેલ કવાડિયા ગામના પાટીયા પાસેથી ચાલીને પસાર થતા આધેડને કાર ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને તેને માથા અને શરીરના ભાગે ગંભીર થવાથી આધેડનું મોત નિપજ્યું હતું હાલમાં મૃતકના મિત્રએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં કવાડિયા ગામની સીમમાં નાગરભાઈ દલવાડીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વ્હેલીયાભાઈ દૂરસિંગભાઈ નાયકા જાતે આદિવાસી (૪૫) એ આઈ-૨૦ કાર નંબર જીજે ૩ ડીજી ૭૮૩૪ ના ચાલક આનંદભાઈ સુરેશભાઈ પટેલ રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના મિત્ર કનસિંગભાઈ ગુરુજીભાઈ રાઠવા જાતે આદિવાસી (૫૨) કવાડિયા ગામના પાટીયા પાસેથી પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી કાર ચાલકે પોતાની કાર વડે તેને ઠોકર મારી હતી જેથી કરીને કનસિંગભાઈ રાઠવાને ઇજા થયેલ હતી અને તેનું માથા અને કપાળના ભાગે ઇજા થવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે હાલમાં મૃતક આધેડના મિત્રએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News