મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા  ચાર આરોપીઓના આજે રિમાન્ડ પૂરા: ફરી કોર્ટમાં રજૂ કરશે


SHARE









મોરબીમાં ઝૂલતા પૂલની દુર્ઘટનામાં પકડાયેલા  ચાર આરોપીઓના આજે રિમાન્ડ પૂરા: ફરી કોર્ટમાં રજૂ કરશે

મોરબીમાં જુલતો પુલ તૂટી પડવાની ઘટનાને પગલે પોલીસ તંત્ર દ્વારા પુલનું મેનેટમેંટ  અને મેંટેનન્સ કરતી એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને બંને એજન્સીના સ્ટાફમાંથી કુલ મળીને નવ આરોપીને પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં ચાર આરોપી રિમાન્ડ ઉપર હતા જો કે, તે આરોપીઓના આજે રિમાન્ડ પૂરા થાય છે જેથી કરીને તપાસનીશ અધિકારી દ્વારા ચારેય આરોપીને પાછા કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનામાં મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ દેકાવડીયા દ્વારા ફરિયાદી નોંધાવવામાં આવી હતી અને પુલનું મેન્ટેનન્સ કરનાર એજન્સી તેમજ જુલતા પુલનું મેનેજમેન્ટ સંભાળતી એજન્સી અને તપાસમાં જે કોઈ ખુલે તેની સામે આઇપીસીની કલમ ૩૦૪, ૩૦૮ (માનવવધ) અને ૧૧૪ (મદદગારી) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પછી બે કલમનો ઉમેરો પણ તેમાં કરવામાં આવેલ છે જો કે, અગાઉ આ ગુમા પોલીસે દીપકભાઇ નવીનચંદ્ર પારેખ (૪૪), દિનેશભાઈ મહાસુખરાય દવે (૪૧), મનસુખભાઇ વાલજીભાઈ ટોપિયા (૫૯), મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી, પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર (૬૩), દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર (૩૧), અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ (૨૫), દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ (૩૩) અને મુકેશભાઈ ચૌહાણ (૨૭)ની ધરપકડ કરી હતી અને આ પૈકીનાં પાંચ આરોપીઓને ત્યારે જ કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જો કે, ચાર આરોપીઓ દીપકભાઇ નવીનચંદ્ર પારેખ, દિનેશભાઈ મહાસુખરાય દવે,  દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર અને પ્રકાશભાઈ લાલજીભાઈ પરમારના ચાર દિવસ એટ્લે કે તા ૫ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ હતા જે રિમાન્ડ આજે પૂરા થતાં હોય ચારેય આરોપીઓને આજે ફરી પાછા કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે અને પાલિકા સાથે ઝૂલતા પુલ માટે કરાર કરનાર ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલને પકડવા માટે પણ પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે




Latest News