મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ
Breaking news
Morbi Today

ટંકારામાં બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઈક અથડાતા એકનું મોત : એકને ઇજા


SHARE







ટંકારામાં બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઈક અથડાતા એકનું મોત : એકને ઇજા

ટંકારામાં રામદેવપીર મંદિર પાસે બંધ પડેલા ટ્રકની પાછળ બાઈક અથડાયું હતું  જેથી કરીને બે વ્યક્તિઓને ઈજા થઈ હતી અને તે બે પૈકીના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજયું છે અને અન્ય એક વ્યક્તિ હાલ સારવારમાં છે જેથી અકસ્માતના બનાવવાની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારામાં રહેતા રાઘવજીભાઈ લીલાભાઈ ઝીંઝવાડીયા (ઉંમર ૫૫) તેમજ વિનુભાઈ રામજીભાઈ દંતેશરિયા (ઉમર ૪૫) ટંકારાના વાડી વિસ્તારમાં માઠા પ્રસંગ બાદ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તે ભજનમાં બંને બાઈક લઈને જતા હતા ત્યારે ટંકારામાં રામદેવપીર મંદિર પાસે બંધ ટ્રક ઉભો હતો જેની પાછળના ભાગમાં બાઇક અથડાયું હતું જેથી કરીને રાઘવજીભાઈ તેમજ વિનુભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી માટે તેઓને તાત્કાલિક સારવારમાં રાજકોટ લઈને ગયા હતા જોકે રાઘવજીભાઈ જીંજવાડીયાનું મોત નીપજ્યું છે અને વિનુભાઈ રામજીભાઈ દંતેશ્વરીયા હાલમાં સારવાર હેઠળ છે અને અકસ્માતના બનાવની ટંકારા તાલુકો પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે।

એક બોટલ  દારૂ

મોરબીના રવાપર રોડ ઉપર નીલકંઠ સ્કૂલની પાસેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે સાડા સાતસો રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને ગિરીશભાઈ શિવજીભાઈ કારીયા જાતે સિંધી લોહાણા (૩૭) રહે ઉમિયા સોસાયટી રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

૧૦ બોટલ દારૂ

હળવદના રાણેકપર રોડ ઉપર સુકુન બંગ્લોઝ સામેથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની ૧૦ બોટલ મળી આવી હોય પોલીસે ૧૦૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને હાલમાં સાગરભાઇ નવઘણભાઈ ઉડેચા જાતે કોળી (૧૯) રહે રાણેપર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રાજેશભાઈ નવઘણભાઈ ઉડેચા રહે. રાણેકપર વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News