મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ જુદાજુદા ગામમાં અલગ અલગ સંસ્થાઓ મૌન રેલી-શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા


SHARE









મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ જુદાજુદા ગામમાં અલગ અલગ સંસ્થાઓ મૌન રેલી-શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા

મોરીબમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુર્ગા વાહિની સહિતના સંગઠનો દ્વારા ઝૂલતા પુલની દુર્ઘટનાના પગલે દિવંગતોની આત્માની શાંતિ માટે મૌન રેલી યોજવામાં આવી હતી. અને ઘટના સ્થળે જઈને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, ઝુલતાપુલ તુટવાની ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયેલ છે જેથી કરીને આ ઘટનાની વિશ્વમાં નોંધા લેવામાં આવેલ છે ત્યારે મૃતકોના આત્માની શાંતિ માટે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુર્ગા વાહિની સહિતની જુદીજુદી સંસ્થાઓ દ્વારા વિશ્વ હિંદુ પરિષદના મોરબી કાર્યાલયથી મચ્છુ નદીમાં ઘટના સ્થળ સુધીની મૌન રેલી યોજવામાં આવી હતી અને ત્યાર બાદ કેંડલ પ્રગટાવીને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી. આ ઉપરાંત ઉમટાઉન શીપ, જૂની પીપળી ગામ, નાની વાવડી ગામ, તરઘરી ગામ, મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ ગોકુળ મથુરા સોસાયટી, મોરબીના વીસીપરામાં સવેરા ફાઉન્ડેશન તેમજ અન્ય ગામોમાં પણ શ્રદ્ધાંજલિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું




Latest News