વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે મિત્રને થયેલ ઝઘડાના સમાધાનમાં ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE













મોરબીના રફાળેશ્વર ગામે મિત્રને થયેલ ઝઘડાના સમાધાનમાં ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો

મોરબીના વાંકાનેર હાઇવે  ઉપર રફાળેશ્વર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવાન અને તેના મિત્રો ઉપર છરી વડે તેમજ છુટા પથ્થરના ઘા કરીને અને કુહાડી બતાવીને હુમલો કરવામાં આવ્યો હતો.જે અંગે વધુમા મળતી માહિતી મુજબ મિત્રને થયેલ ઝઘડામાં સમાધાન માટે સાથે ગયેલા યુવાન ઉપર બે ઇશમો દ્વારા છરી વડે હુમલો કરીને તેમજ યુવાનના અન્ય મિત્રો ઉપર પથ્થરના છૂટા ઘા કરવામાં આવ્યા હતા.જેથી કરીને ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા હાલમાં પોલીસે પાંચ સામે ખૂની કોશિશ, મારામારી, ધમકી અને એટ્રોસિટી એકટ મુજબ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર ગામે પ્રકાશનગર વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણા નામના ૨૫ વર્ષના યુવાન ઉપર મોરબીના રફાળેશ્વર ગામે આંબેડકરનગર વિસ્તારમાં બે શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ગૌતમની સાથે રહેલા તેના અન્ય ત્રણ મિત્રો ઉપર પથ્થરમારો કરીને કુહાડી બતાવવામાં આવી હતી અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવતા ભોગ બનેલ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર લીધા બાદ ભોગ બનેલ ગૌતમભાઇ મકવાણાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે રફાળેશ્વરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા કાલી કિશોર સુમેસરા, પ્રકાશ કણસાગરા જાતે કોળી, કિશોર મેઘજી સુમેસરા, જશુબેન કિશોરભાઈ સુમેસરા અને ગજનભાઈ બારોટ નામના પાંચ ઇસમો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના મિત્ર સાહેદ પ્રફુલ બચુભાઈ સોલંકીને રફાળેશ્વર ગામે યતીશ ઉર્ફે સતીશ બાબુભાઇ મુછડીયા સાથે છએક દિવસ પહેલા થયેલ બોલાચાલી અને ઝઘડા તેમજ ઝપાઝપીની વાતમાં સમાધાન કરવા માટે રફાળેશ્વર ગયા હતા. તે સમય ફરીયાદી ગૌતમભાઈ તેમજ સાહેદ પ્રફુલભાઈ સોલંકી, બીપીનભાઈ તથા હસમુખભાઈ એમ ચાર લોકો રફાળેશ્વર ગામે સમાધાન માટે ગયા હતા ત્યારે સામેવાળા પૈકી કાલી સુમેશરા અને પ્રકાશ સુમેસરાએ ઉશ્કેરાઈ જઈને ગાળો આપવાનું ચાલુ કર્યું હતું અને દરમિયાનમાં કિશોરભાઈ સુમેશરા કુહાડી લાવીને ભય બતાવ્યો હતો જ્યારે જશુબેન દ્વારા પથ્થરોના છુટા ઘા કરવામાં આવ્યા હતા.

તેમજ પ્રકાશ કોળી દ્વારા ગૌતમભાઈ અને તેમની સાથેના ત્રણેયને જાતિ પ્રત્યે અપમાનીત કરવામાં આવ્યા હતા. તે દરમિયાનમાં ગજનભાઈ બારોટ દ્વારા પાછળથી આવીને ફરિયાદી ગૌતમભાઈને મારી નાંખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી છરીનો ઘા કમરના પાછળના ભાગે ઝિંકી દેવામાં આવ્યો હતો અને આ દરમિયાન પ્રકાશ સુમેશરા દ્વારા ગૌતમભાઈને જમણી બગલમાં છરીનો ઘા મારવામાં આવ્યો હતો.હાલમાં ગૌતમભાઈ મકવાણાની ફરિયાદ ઉપરથી પોલીસે ઉપરોક્ત પાંચેય સામે કલમ ૩૦૭ (હત્યાની કોસીશ), ૩૨૩, ૩૩૭, ૫૦૪ (ધમકી), તેમજ એટ્રોસીટી એકટ મુજબ ગુનો દાખલ કર્યો છે તેની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી ગૌસ્વામી ચલાવી રહ્યા છે.

મારામારીના ગુનામાં ધરપકડ

મોરબી તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં હાલમાં તાલુકા પીએસઆઇ બગડા દ્વારા વિક્રમકુમાર મહેન્દ્રઆઝાદ સિંન્હા જાતે કુર્મી (૩૪) અને રાજીવ ઉર્ફે રાજુ મહેન્દ્રઆઝાદ સિંન્હા જાતે કુર્મી (૨૯) રહે. બંને મૂળ બિહાર હાલ રહે સૂર્યકીર્તિનગર સામાકાંઠે મોરબી-૨ વાળાઓની મારામારીના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.જયારે મારામારીના બનાવમા ઇજાઓ થતા એકને સારવારમાં લઇ જવાયેલ છે. જેમા મોરબીના વીસીપરામાં રહેતા મુકેશભાઈ હેમુભાઈ ગણેશિયા નામના ૨૯ વર્ષીય યુવાનને તેના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.






Latest News