વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનાના હતભાગીઓના પરિવારજનો-ઈજાગ્રસ્તોને સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ આપવા કલેકટર કચેરીમાં રજાના દિવસે પણ ધમધમાટ


SHARE









મોરબીમાં જોઈતો પુલ તૂટી પડવાના કારણે અનેક નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાયા તેઓ ઘાટ સર્જાયો છે અને 135 લોકોના મૃત્યુ સરકારી ચોપડે નોંધાયા છે અને ઘણા બધા લોકોને ઈજા થયેલ છે ત્યારે આ ઝુલતા પુલની દુર્ઘટનાના હતભાગીઓના પરિવારજનોને તેમજ ઈજાગ્રસ્તોને સરકારની જુદી જુદી યોજનાઓનો વધુમાં વધુ લાભ કઈ રીતે આપી શકાય તેની ચર્ચા વિચારણા કરવા માટે કલેક્ટરની અધ્યક્ષતામાં આજે રવિવારના દિવસે મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મીટીંગ યોજાઇ હતી

મોરબીમાં મચ્છુ નદી ઉપર રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલ જુલતો પુલ રવિવાર તા 30 ના રોજ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં થોડાક આભેર તૂટી પડ્યો હતો ત્યારે જે પરિવારના લોકો હરવા ફરવા માટે આવેલા હતા તેમાં 135 જેટલા લોકોના મોત નિપજ્યા છે અને ઘણા બધા લોકો ઈજાઓ થવાના કારણે સારવાર માટે પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે આ દુર્ઘટનામાં જે 135 લોકોના મૃત્યુ થયા છે તેમજ જે ઈજાગ્રસ્ત થયા છે તેમને સરકારની જુદી જુદી યોજનાઓ અંતર્ગત કઈ રીતે વધુમાં વધુ મદદરૂપ બની શકાય તેને લઈને હાલમાં તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી રહી છે

જેના ભાગરૂપે મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા ના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે રવિવારના દિવસે જુદા જુદા ડિપાર્ટમેન્ટના મુખ્ય અધિકારીઓ સાથે ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઝુલતાપુલ દુર્ઘટનાના હતભાગીઓના પરિવારજનો તેમજ ઇજાગ્રસ્ત લોકોને સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ વધુમાં વધુ લાભ આપવા માટે થઈને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી

વધુમાં અધિક કલેક્ટર એન.કે. મુચ્છાર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ઝુલતાપુલની દુર્ઘટનામાં જે 135 લોકોના મૃત્યુ થયા છે તે તમામ મૃતકના પરિવારજનોને ડેટ સર્ટિફિકેટ લેવામાં કે અન્ય કોઈપણ રીતે મુશ્કેલી ન પડે તેના માટેની પૂરેપૂરી તકેદારી સમગ્ર વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે તેની સાથોસાથ જે બાળકો આ દુર્ઘટનાના કારણે નિરાધાર બન્યા છે તેમનું પણ ભવિષ્ય ન બગડે તે માટે થઈને યોગ્ય કાર્યવાહી હાલમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જુદી જુદી સંસ્થાઓ પણ બાળકોના અભ્યાસથી લઈને તેને પગભર કરવા સુધીની જવાબદારી લેવા માટે તૈયાર છે તેમજ સરકાર પણ નિરાધાર બાળકો સહિત તમામ લોકોની પડખે ઊભી છે તે હક્કિત છે




Latest News