વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાના દુઃખથી મોટા દુઃખની વાતએ છે કે દોષીતોને બચાવવાનો પ્રયત્ન થાય છે: અરવિંદ કેજરીવાલ


SHARE









મોરબી જિલ્લાના વાંકાનેરમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં રોડ શો યોજાયો હતો ત્યારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો આ રોડ શો માં હાજર રહ્યા હતા. ખાસ કરીને લોકોને સંબોધન કરતા મોરબીમાં ઝુલતાપુલ તૂટી પાડવાની દુર્ઘટનાને લઈને અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર ઉપર મોટો આક્ષેપ કર્યો હતો અને તેણે કહ્યું હતું કે દુર્ઘટના બની તેના કરતાં પણ મોટી દુઃખની વાત એ છે કે જેના કારણે આ દુર્ઘટના બની છે તેને બચાવવાના પ્રયાસો થઇ રહ્યા છે અને એફઆઇઆરમાં રીનોવેનનું કામ કરનાર કંપની કે તેના માલિકનું નામ જ નથી આટલું જ નહીં આ કંપનીના માલિક અને કંપની સાથે સરકારને શું સંબંધ છે તેઓ પણ સવાલ ઉઠાવ્યો છે

મોરબી જિલ્લાના વાંકાનેરમાં આજે અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીનો રોડ શો યોજાયો હતો અને ત્યારે મોટી સંખ્યામાં વાંકાનેર તેમજ મોરબી જિલ્લામાંથી આમ આદમી પાર્ટીના સમર્થકો ત્યાં હાજર રહ્યા હતા અને વાંકાનેરના જકાતનાકાથી લઈને માર્કેટ ચોક સુધી આ રોડ યોજાયો હતો દરમિયાન લોકોનું સંબોધન કરતા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સયોજક અરવિંદ કેજરીવાલ એ જણાવ્યું હતું કે આ વખતે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર નહીં નવા એન્જિનની સરકાર બનાવવાની છે અને તમે લોકો મને તમારો ભાઈ માનો છો ત્યારે તમારા પરિવારનો હિસ્સો બનીને તમારા પરિવારની ચિંતા હું કરીશ અને આમ આદમી પાર્ટીની ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભામાં સરકાર બનશે ત્યારબાદ માર્ચ મહિનાથી લોકોને વીજ બીલમાં રાહત સહિતની જે કાંઈ સુવિધાઓ છે તે મળવાની શરૂ થઈ જશે અને ખાસ કરીને મોરબીમાં મચ્છુ નદી ઉપર વર્ષો પહેલા જે ઝુલતો પુલ બનાવવામાં આવેલ તે પુલ તૂટી પડ્યો છે જેથી 55 બાળક સહિત 135 લોકોના મોત થયા છે તે ઘટનાને લઈને તેમને સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે પુલ તૂટી પડ્યો તે દુર્ઘટનાના દુઃખ કરતાં પણ મોટું દુઃખ એ વાતનું છે કે જેના કારણે આ દુર્ઘટના થઈ તે લોકોને બચાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, જે કંપનીએ આ પુલનું રીનોવેશન કામ કર્યું હતું તે કંપની કે તે પછી કંપનીના માલિકનું એફઆઇઆરમાં નામ જ નથી જેથી કરીને આ કંપની અને કંપનીના માલિક સાથે સરકારને શું સંબંધ છે તેને લઈને પણ કેજરીવાલે અણીદાર સવાલ સરકાર સામે કર્યો છે




Latest News