મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના માળીયા તાલુકાના નવાગામના ખેડુતોને પાક વિમા મુદદે અન્યાય : આવેદન અપાયુ


SHARE









મોરબીના માળીયા તાલુકાના નવાગામના ખેડુતોને પાક વિમા મુદદે અન્યાય : આવેદન અપાયુ

ગત ચોમાસામાં અતિ વરસાદને લીધે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થતા મોરબી જિલ્લાના અનેક ગામડાઓમાં ખેતીના પાકને નુકસાન પહોંચ્યુ હતુ તે રીતે જ મોરબીના માળિયા તાલુકાના અને ગામડાઓમાં નુકસાની થયેલી હોય અને તેના સર્વે દ્વારા તેઓને રાહત પેકેજ આપવાની વાત થયેલ છે. પરંતુ તે પૈકીના માળીયા તાલુકાના નવાગામના ખેડૂતોને થયેલ અન્યાય માટે ખેડુતોએ તેઓએ થયેલ આ અન્યાય દૂર કરવા માટે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું

ગુજરાતમાં ભાર વરસાદને લીધે મોરબીના અનેક વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હતુ. મોરબી જિલ્લામાં અમુક જગ્યાએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી.ત્યારે અનેક ગામના ખેડુતોને સરકાર દ્રારા રાહત પેકેજ આપવામાં આવે પરંતુ માળીયાના નવાગામને રાહત પેકેજમાં લાભ આપવામાં આવ્યો ન હોય નવાગામના ખેડુત આગેવાનોએ આ અંગે મોરબી ખેતીવાડી અધિકારીને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે કૃષિ રાહત પેકેજનો લાભ આપો નહિતર અમારે ના છુટકે ન્યાયતંત્રનો સહારો લેવો પડશે. નવાગામ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનોએ મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને જણાવ્યું હતું કે આ વર્ષે ખરીફ સીઝનમાં સતત વરસાદ થવાથી નવાગામના ખેડૂતોને પાક નુકસાની ગયેલ છે. જે બાબતે તેઓએ ગત તા.૧૬-૯-૨૨ ના રોજ પણ રજૂઆત કરી હતી અને નવાગામને પાક નુકસાની સહાય ચુકવવાની માંગણી કરી હતી. પરંતુ સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ કૃષિ રાહત પેકેજમાં નવાગામનો સમાવેશ કરવામાં આવ્યો નથી..! જોકે નવાગામની આસપાસના ચારેય બાજુના ગામો જેમ કે રાસંગપર, મેધપર, મોટી બરાર, સરવડ વિગેરે ગામોનો સમાવેશ રાહત પેકેજમાં કરવામાં આવેલ છે..! છતાં નવાગામનો સમાવેશ આ રાહત પેકેજમાં કરવામાં આવેલ નથી. જેથી ખેતીવાડી અધિકારીને મળીને નવાગામનો સત્વરે આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે નવિનભાઇ  ઘુમલીયા, લાલજીભાઈ કોઠીયા, ધનજીભાઈ દેત્રોજા, હસુભાઈ ઘુમલિયા, નરભેરામભાઈ ધોરીયાણી, મહેશભાઈ ભરવાડ સહીતનાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.




Latest News